Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ટીસ્કા ચોપડા ફરી ટીવી પરદેઃ શિક્ષીકાનો રોલ

સ્ટાર પ્લસના બહુચર્ચીત શો 'મરિયમ ખાન-રિપોર્ટિંગ લાઇવ'ને તેની કહાની અને કલાકારોના અભિનયને કારણે સતત  વખાણ મળી રહ્યા છે. અનેક જાણીતા કલાકારોને લઇને બનાવાયેલી આ સિરીયલમાં હવે બોલીવૂડ અભિનેત્રી ટિસ્કા ચોપડા પણ સામેલ થઇ છે. દિલચશ્પ બાબત એ છે કે આ ભૂમિકા આમિર ખાનની ફિલ્મ 'તારે જમન પર' વાળી હશે. ટિસ્કા, મરિયમની શાળામાં આર્ટ શિક્ષીકાના રૂપમાં જોવા મળશે. જે પેઇન્ટીંગના જુદા-જુદા નુસ્ખા મજેદાર રીતે રજૂ કરશે. મરિયમ આ ચીજોને ખુબ પસંદ કરવા માંડશે. ટિસ્કાને આ ભૂમિકા ઓફર થતાં તેને એટલી પસંદ પડી ગઇ કે તરત જ હા કહી શુટીંગ શરૂ કરી દીધુ હતું. ટિસ્કાએ અગાઉ પણ ટીવી શોમાં કામ કર્યુ છે.

(9:47 am IST)