Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

કંગનાએ ખરીદી પાંચ કરોડની મર્સિડીઝ-મેબેક S૬૮૦ કાર

મુંબઈ, તા.૨૦: બોલીવુડની બહાદુર અભિનેત્રી કંગના રણોતની નવી ફિલ્‍મ ‘ધાકડ' આજથી થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. આ પ્રસંગે તેણે સ્‍વયંને જ એક લક્‍ઝરી કાર ભેટ આપી છે. ગઈ કાલે એણે અત્રે તેનાં નિવાસસ્‍થાને આ કાર પ્રેસ ફોટોગ્રાફરો સમક્ષ પ્રસ્‍તુત કરી હતી. એ વખતે એનાં માતાપિતા અને બહેન સહિતનાં પરિવારજનો પણ ઉપસ્‍થિત રહ્યાં હતાં. કંગનાના માતાએ કારની પૂજા કરી હતી.

કંગનાએ કાળા રંગની મર્સિડીઝ મેબેક S૬૮૦ ખરીદી છે જેની કિંમત પાંચ કરોડ રૂપિયા થાય છે. આ કાર ભારતમાં ખરીદનાર તે પ્રથમ ગ્રાહક બની છે.

(4:07 pm IST)