Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

ડરાવવાની સાથે ખૂબ હસાવશે 'ભૂલ ભુલૈયા-૨'

કેવો છે ફિલ્મનો રિવ્યુ

મુંબઇ, તા.૨૦: 'ભૂલ ભુલૈયા ૧' પછી હવે 'ભૂલ ભુલૈયા ૨' આવી ગઈ છે અને દરેક વ્યકિત જાણવા માંગે છે કે ફિલ્મ પહેલા જેવી જ છે કે કેમ. શું પહેલા જેવી મજા આવશે? શું અક્ષય કુમાર કાર્તિક આર્યન બની શકે છે? તમારે આ ફિલ્મ જોવી જોઈએ? તમારા બધા પ્રશ્રોના જવાબ અમે અહીં આપી રહ્યા છીએ.

કેવી છે ફિલ્મની સ્ટોરી? : ફિલ્મની સ્ટોરી કિયારા અડવાણીની છે જેના લગ્ન કરાવવામાં આવી રહ્યા છે પરંતુ તેને લગ્ન નથી કરવા. તે અભ્યાસ કરીને પરત ફરતી હોય છે અને તેને કાર્તિક આર્યન મળે છે. આ બન્ને જે બસમાં જવાના હોય છે તેનો એકિસડન્ટ થઈ જાય છે અને કિયારાના ઘરના લોકોને લાગે છે કે તે આ દુનિયામાં નથી રહી. પછી શું થાય છે, કઈ રીતે મળે છે મોંજોલિકા... આ જ સ્ટોરી છે ફિલ્મની. સ્ટોરી ખૂબ જ સારી છે જે તમને છેલ્લે સુધી બાંધીને રાખશે. ક્યાંક ક્યાંક લાગી શકે છે કે ડ્રામા વધારે છે. પરંતુ તમને પસંદ આવે તો ફિલ્મ મજાની છે.

કેવું છે એકિંટગ પરફોર્મન્સ? : ફિલ્મનો જીવ તબ્બૂ છે. તેની શાનદાર એકિંટગ અને સુંદરતાથી તે ફિલ્મમાં તમારૃ દિલ જીતી લેશે. દરેક સીનમાં તબ્બૂ તમને ઈમ્પ્રેસ કરી દેસે. કાર્તિક આર્યનની એકિંટગ સારી છે. કાર્તિક કોમેક પંચ ખૂબ જ શાનદાર મારે છે અને તમને હસાવવામાં તે સફળ થઈ શકે છે. કિયારા ફિલ્મમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. સંજય મિશ્રા અને રાજપાલ યાદવની જોડી તમારૃ દિલ જીતી લેશે. આ બન્ને ખૂબ હસાવશે અને તેમના અમુક કોમેડી સીન તો કમાલના છે. ઠાકુરના રોલમાં મિલિંદ ગુણાજી ચમકી રહ્યા છે. ફિલ્મમાં દરેક કલાકાર પોતાના કેરેકટરની સાથે જસ્ટીસ કરી રહ્યું છે.

અનીસ બજ્મીએ ફિલ્મને સારી રીતે ડાયરેકટ કરી છે. ફિલ્મ પર પકડ ક્યાંય ઢીલી નથી. દરેક થોડી થોડી વારે કોમિક પંચ આવે છે જે ખુબ જ હસાવે છે. ફિલ્મ વધારે ડરાવની નથી કોમેડી અને હોરરનું મિકસર છે. આજ કારણ છે કે તેને ફેમિલી સાથે જોઈ શકાશે. પહેલી અને બીજી ફિલ્મમાં શું છે તફાવત? :આ ફિલ્મને જો પહેલી ફિલ્મ સાથે કંમ્પેર કરવામાં આવે તો નિરાશા થશે. પહેલી વખત કોઈ નવી વસ્તુ આવે છો તો મોટાભાગે આપણને તે અલગ લાગે છે. આ ફિલ્મને પહેલી ફિલ્મ સાથે કમ્પેર કર્યા વગર જોશો તો આ ફિલ્મ સારી લાગશે અને પહેલી ફિલ્મ સાથે કમ્પેરના ચક્કરમાં તેનું નુકસાન ન થવું જોઈએ. જો વીકેન્ડ પર ફેમિલીની સાથે એક સાફ સુથરી એન્ટરટેઈન્મેન્ટ ફિલ્મ જોવા માંગો છો તો તમે આ ફિલ્મ જરૃર જોઈ શકો છો.

(3:57 pm IST)