Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

અભિનેત્રી સોનાલી કુલકર્ણીની સગાઈના ફોટા થયા સોશિયલ મીડિયા પર વાયરલ

મુંબઈ: મશહુર મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની અભિનેત્રીસોનાલી કુલકર્ણીની સગાઈના ફોટા  સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરો ખુદ સોનાલીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સોનાલીએ આ તસવીરો સાથે એક ચિઠ્ઠી પણ લખી છે, જેમાં તેણે ખુલાસો કર્યો છે કે તેણે આ વર્ષે 2 ફેબ્રુઆરીએ કૃણાલ બિનોદકર સાથે સગાઈ કરી હતી.સોનાલીની આ ઘોષણાએ ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે, તેમની સગાઈની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોનાલીએ ત્રણ સગાઈની તસવીરો ચાહકો સાથે શેર કરી છે. સોનાલીએ લખ્યું - 'મારો જન્મદિવસ પૂરો થાય તે પહેલાં, હું તેને એક ખાસ ઘોષણા સાથે યાદગાર બનાવવા માંગું છું. મારા મંગેતર કુણાલ બેનોદેકરને મળો. ' આ સાથે સોનાલીએ મરાઠીમાં પણ તેની સગાઈની ઘોષણા કરી દીધી છે!

(4:59 pm IST)