Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

સિરીઝ 'ઓફિશિયલ ભૂતિયાગીરી'માં પણ સુમિતનો મુખ્ય રોલ

લોકડાઉનના સમયમાં ડિજીટલ પ્લેટફોર્મ પર વેબ સિરીઝ અને ફિલ્મો જોનારો વર્ગ ખુબ વધી ગયો છે. મેકસ પ્લેયર પર વધુ એક નવી સિરીઝ રિલીઝ થઇ ગઇ છે. 'ઓફિશિયલ ભૂતિયાગીરી' નામની આ સિરીઝમાં સુમિત વ્યાસ દિલાવર રાણાના મુખ્ય રોલમાં છે. તમારો ધંધો બરબાર નથી જામતો, તમારી પાસે કંઇ રહ્યું નથી, તમે ત્રણ મહિના જેલમાં રહ્યા છો એટલે કોઇ કામ આપતું નથી. આ સમયે તમે જીવવા માટે એવું કામ હાથમાં લો છો જે પુરૂ કરવામાં પરસેવો છુટી જાય તેમ છે. ભૂત દેખાડી હોન્ટેડ અનુભવના નામે તમે મુરખ બનાવવા પ્રયાસ કરો છો, ને સાચ્ચે જ ભૂત આવી જાય છે! આ વાત જોવા મળી રહી છે નવી સિરીઝમાં. અગાઉ ઓફિશિયલ સીઇઓગીરી, ઓફિશિયલ ચુકીયાગીરી પછી આ ત્રીજી સિઝન ઓફિશિયલ ભૂતિયાગીરી લાવવામાં આવી છે. ત્રણેયમાં મુખ્ય રોલ સુમિતનો જ છે. આ વખતે સુમિત પોતાનું બાળપણ જ્યાં વીત્યુ છે એ ઘરને હેરિટેજ અને હોન્ટેડ રિસોર્ટમાં બદલી પ્રવાસીઓને આકર્ષવા જાય છે, પણ તેના પાસા ઉંધા પડે છે.

(10:17 am IST)