Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

હોલીવુડ મોડેલ કેન્ડલ જેનર વૉગ મેગેજીન કવર પર ચમકશે

મુંબઈ: સુપર મોડેલ કેન્ડલ જેનર જગવિખ્યાત મેગેઝિન વૉગની ઓસ્ટ્રેલિયન આવૃત્તિના જૂનના અંકના કવર પર ચમકશે એવા અહેવાલ પ્રગટ થયા હતા.તાજેતરમાં આ કવર માટે ફોટો શૂટ થયું હતું. આ અંકમાં કેન્ડલનો ઇન્ટરવ્યૂ પણ પ્રગટ થશે જેમાં એણે પહેલીવાર પોતાના અફેરની પણ વાત કરી હોવાનંુ કહેવાય છે.૨૩ વર્ષની આ સુપરમોડેલ કહે છે કે મારા માટે મારા સંબંધો અને પ્રોજેક્ટ્સ અત્યંત મહત્ત્વના અને પવિત્ર છે. લાંબા સમયથી તમે જેને પિછાણતા ન હો એવા સંબંધોની જાહેરમાં વાતો કરવાનું યોગ્ય નથી એમ હું માનું છું. કેટલાક સંબંધો તાત્પૂરતા હોય છે, એ કાયમી હોતા નથી  એટલે એેની વાત મિડિયા સાથે ન કરવી જોઇએ એમ હું માનું છું.'હજુ હું બહુ નાની છું અને મારે બહુ લાંબી મજલ કાપવાની છે એટલે અત્યારથી હું અફેર્સમાં અટવાઇ જાઉં તો મારી કારકિર્દીને ઘણું નુકસાન થઇ જાય એવું મને લાગે છે' એમ કેન્ડલે કહ્યું હતું.

(5:45 pm IST)
  • અમદાવાદના પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાતનો મામલોઃ ૧૫ દિવસમાં ન્યાય ન મળે આપઘાતની ચીમકી : પીએસઆઇના પત્નિ ડીમ્પલ રાઠોડ સચિવાલયમાં ગૃહ રાજયપ્રધાનને ન્યાય માટે રજુઆત માટે પહોંચ્યાઃ અગાઉ આત્મવિલોપનની ચીમકી ને લઇને સચિવાલય બહાર સઘન બંદોબસ્તઃ ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાને આવેદન પત્ર આપ્યું: ડીવાયએસપીને ધરપકડ કેમ નહિ : ડીમ્પલ રાઠોડ access_time 4:29 pm IST

  • ઋષિકપુરને મળવા ન્યુયોર્ક પહોંચ્યા બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી:ન્યુયોર્કમાં ઈલાજ કરવા ઋષિ કપૂરની ટ્રીટમેન્ટમાં તેમના પત્ની નીતૂ કપૂર તેમનો સાથ આપી રહ્યા છે. ઋષિકપુરે ટ્વીટર પર મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથેનો ફોટો શેર કર્યો હતો. અને લખ્યુ હતુ કે, ધન્યવાદ તમારા પ્રેમ માટે access_time 1:35 am IST

  • ચૂંટણી પરિણામ પહેલા પંજાબ કોંગ્રેસમાં કકળાટ ચરમસીમાએ :કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું સિદ્ધુ મને હટાવી પોતે સીએમ બનવા માંગે છે:તેઓએ કહ્યું મારી અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ટિપ્પણીનું કોઇ પણ યુદ્ધ નથી ચાલી રહ્યું. જો તેઓ મહત્વકાંક્ષી છે તો ઠીક છે: લોકોની પાસે મહત્વકાંક્ષા હોય છે : હું સિદ્ધુને બાળપણથી જાણુ છું. તેઓપંજાબના મુખ્યમંત્રી બનવા માંગે છે અને તેના કારણે તેઓ મને હટાવવા માંગે છે access_time 1:35 am IST