Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

સૈફ અલી ખાનની ફિલ્મ લાલ કપ્તાનનો ફર્સ્ટ લુક રિલીઝ

મુંબઇ: અનુષ્કા શર્માની હિટ ફિલ્મ એનએચ ૧૦ના ડાયરેક્ટર નવદીપ સિંઘની આગામી ફિલ્મ લાલ કપ્તાનના ફર્સ્ટ લૂકને રવિવારે રિલિઝ કરાયો હતો.અગાઉ આ ફિલ્મને હન્ટર ટાઇટલ અપાયું હતું. હવે લાલ કપ્તાન ટાઇટલ છે. છોટે નવાબ સૈફ અલી ખાન એમાં પહેલીવાર નાગા સાધુનો રોલ કરે છે. ગયા વરસે જ્યારે આ પાત્ર વિશેની વિગતો રજૂ થઇ ત્યારે એણે સારી એવી ઉત્તેજના જગાડી હતી.સૈફે કહ્યું હતું કે આ પાત્રના મેકપ માટે મારે રોજ સરેરાશ બે કલાક ફાળવવા પડતા હતા. રોજે રોજ જાણે નવો જંગ ખેલવાનો હોય એ રીતે ફિલ્મનું શૂટિંગ થતું હતું.સૈફ અલી ખાને વધુમાં એવી માહિતી આપી હતી કે ફિલ્મને સચોટ બનાવવા રાજસ્થાનના ધૂળ અને કાદવથી ખદબદતા વિસ્તારોમાં શૂટિંગ કરાયું હતું. અગાઉ કદી જોવા ન મળ્યા હોય એવાં લોકેશનો પર આ શૂટિંગ થતું હતું. 'મારો રોલ એક કિન્નાખોર નાગા સાધુનો છે. એ બદલો લેવા ઝંખે છે. એ એક બ્રિટિશ સૈનિકની હત્યા કરી નાખે છે અને પોતે અત્યંત ઠંડા મિજાજનો છે એવું દર્શાવવા માથા પર ખાસ વસ્ત્ર પહેરે છે.ગયા વરસે જ્યારે નવદીપ સિંઘે સૈફ અલી ખાનનો લૂક રિલિઝ કર્યો ત્યારે પાઇરેટ્સ ઑફ કેરેબિયન્સના જેક સ્પેરો (અભિનેતા જ્હૉની ડેપ) સાથે આ પાત્ર મળતું આવે છે એવા આક્ષેપ થયા હતા

(5:43 pm IST)
  • મોટો સેટબેક સર્જાઇ રહ્યો છે? રાહુલ ગાંધી અમેઠીથી અને નિતિન ગડકરી નાગપુર બેઠક ઉપરથી હારે છે (ન્યુઝ ફર્સ્ટનો સ્ફોટક રીપોર્ટ) access_time 4:27 pm IST

  • પંજાબના ગુરદાસપુરમાં મતદાન વેળાએ હિંસા :મતદાન બાદ કોંગ્રેસ અને અકાલી દળના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી :ત્રણ જેટલા શખ્સો ઘાયલ :મારામારીની ઘટના બાદ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા access_time 1:37 am IST

  • એકઝીટ પોલના પગલે રાજકીય સમીકરણો ઝડપભેર બદલાયાઃ માયાવતીએ દિલ્હી જવાનું રદ્ કર્યું: કહયું કે પાટનગર નહિં જાઉં !! દિલ્હીની કોઇપણ બેઠકોમાં હાજરી નહિ આપું: માયાવતી ભાજપ તરફ ઢળે છે?: લખનૌમાં માયાવતીને મળવા અખિલેશ યાદવ દોડયાઃ રાજકારણમાં અચાનક ગરમાવો access_time 12:43 pm IST