Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

હું ડાર્ક હતી અને પાતળી હતી, ગ્રેજ્યુએશન બાદ મેં પિતા સાથે કામ કર્યુ હતું, હું કંઇક નવું બેસ્ટ અને મોટુ કરવા માંગતી હતીઃ શિલ્પા શેટ્ટીએ જુના સંસ્‍મરણો વાગોળ્યા

મુંબઈ : બોલિવૂડ સ્ટાર સેલિબ્રિટીએ શિલ્પા શેટ્ટીએ તેના ઇન્સ્ટાગ્રામ પર હિરોઇન બનવાના તેના સંઘર્ષના ઘટનાક્રમ આલેખ્યો છે. શિલ્પા શેટ્ટીએ વર્ષ 1993માં રીલિઝ થયેલી ફિલ્મબાઝીગરથી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી હતી. ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાન અને કાજોલ પણ હતા. ફિલ્મ સમયે સુપરહીટ સાબિત થઈ હતી. સમયની આપવીતી તેણે પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

તેણે લખ્યું છે કે ''હું ડાર્ક હતી, લાંબી અને પાતળી હતી. ગ્રેજ્યુએશન બાદ મેં પિતા સાથે કામ કર્યું હતું. હું કંઈક નવું બેસ્ટ અને મોટું કરવા માગતી હતી. પણ ક્યારેય વિચાર્યું હતું કે સ્ટેજ પર પહોંચીશ. મે કુતુહુલતાને સંતોષવા માટે એક ફેશન શોમાં ભાગ લીધો હતો. પછી મારી મુલાકાત એક ફોટોગ્રાફર સાથે થઈ હતી. જે મારા ફોટા પાડવા માગતો હતો."

''મારા માટે સમય આરામદાયક જીવનમાંથી બાહર આવવાનો સમય હતો. મારા ફોટા સારા હતા. જોઈને હું પણ ખુશ થઈ હતી. ફોટોગ્રાફે મારા માટે મોડેલિંગના દરવાજા ખોલી નાખ્યા. ત્યાર બાદ ફિલ્મની ઓફર મળવા લાગી. ત્યાર બાદ મે પાછળ વળીને જોયું નથી. પણ સરળતાથી મળતી વસ્તુઓની કિંમત નથી થતી. જ્યારે ફિલ્મની દુનિયામાં આવી ત્યારે 17 વર્ષની હતી. દુનિયા પણ યોગ્ય રીતે જોઈ હતી. જીવનને પણ સમજતી હતી. મને સફળતા મળી પણ માટે હું તૈયાર હતી કારણ કે હિન્દી બોલતા પણ આવડતું હતું.''

શિલ્પાએ જણાવ્યું કે ''હું બહુ પ્રયાસ કરતી હતી પણ મારી જાતને લટકેલી અનુભવતી હતી. મને યાદ છે કે એવા પ્રોડ્યુસર પણ હતા જે કારણ વગર મને ફિલ્મોમાંથી હટાવી દેતા હતા. સંજોગો મારા પક્ષમાં નહોતા પણ હું મારા હાથમાં પ્રયાસો કરવાનું હતું કરતી રહી.''

શિલ્પાની બોલિવૂડ કરિયર ખાસ નહોતી ચાલી રહી ત્યારે તે બ્રિટીશ રિયલિટી શો બિગ બ્રધરમાં ચાલી ગઈ અને શોમાં વિજેતા બનવાને કારણે તેની કરિયર ચમકી ગઈ અને તે જબરદસ્ત લોકપ્રિય થઈ ગઈ.

(5:11 pm IST)