Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ફિશકટ ગોલ્ડન ગાઉનમાં ઐશ્વર્યાએ કરી કાન્સમાં ધમાકેદાર એન્ટ્રી

મેટેલિક ગોલ્ડન યલો ગાઉનને બોલ્ડ લુક : મેટેલિકે યેલો આઇશેડો, લાઇનર અને ન્યુડ લિપસ્ટિકનો ટચ

મુંબઈ :એકવાર ફરીથી ઐશ્વર્યાએ કાન્સના રેડ કાર્પેટ પર ધમાકેદાર એન્ટ્રી કરી છે સોશિયલ મીડિયા પર ચાહકોને ઐશ્વર્યાનો આ લૂક ખુબ જ પસંદ આવી રહ્યોછે. ઐશ્વર્યાએ ગોલ્ડન ગાઉન સાથે કાન્સમાં એન્ટ્રી કરી હતી પરંતુ આ ડ્રેસને ખાસ જ્વેલરી અને મેકઅપ સાથે ફાઇનલ ટચઅપ આપવામાં આવ્યો હતો.

   ઐશ્વર્યા રાય બચ્ચને કાન્સમાં ઇન્ટરનેશન ડિઝાઇનર Jean-Louis Sabaji ની બનાવેલું ગાઉન પહેર્યું હતું. મેટેલિક ગોલ્ડન યલો ગાઉનને વન ઓફ શોલ્ડરે બોલ્ડ લૂક આપવામાં આવ્યો હતો.ગાઉનમાં લોન્ગ ટ્રેલને અટેચ કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ લૂક તરફ નજર નાખવામાં આવે તો આ મર્મેડ જેવો છે.

   આ લૂકને ખાસ બતાવ માટે ઐશ્વર્યાને મેટેલિકે યેલો આઇશેડો, લાઇનર અને ન્યુડ લિપસ્ટિકનો ટચ આપવામાં આવ્યો હતો.

   ઐશ્વર્યાની હેયર સટાઈલને સિમ્પલ રાખવામાં આવી હતી. ગોલ્ડન ગાઉન સાથે ઐશ્વર્યાની હેરસ્ટાઇલ પરફેક્ટ લૂક આપી રહી હતી.

 ઐશ્વર્યાના ચહેરા અને કાનોંમાં યેલો હાઇલાઇટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

(12:46 pm IST)