Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

જેકલીન ફર્નાન્ડિસ ઓટીટી સ્પેસમાં કામ કરનારી પ્રથમ એક્ટ્રેસ :ડીઝીટલ દુનિયામાં કર્યો પ્રવેશ:સિરિયલ કિલરનું પાત્ર ભજવશે

'મિસિસ સિરિયલ કિલર'માં કામ કરશે ;જેકલીનની પહેલી વેબ સિરીઝ

મુંબઈ :બોલીવુડની કામણગારી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ ઓટીટી સ્પેસમાં કામ કરનારી પ્રથમ અભિનેત્રી બની ગઈ છે.જેકલીનના ફેન્સમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ઓનસ્ક્રિન અને સોશિયલ મીડિયામાં હંમેશા છવાયેલી રહેતી અભિનેત્રીએ ડિજિટલ ડેબ્યૂ કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધાં છે.

જેકલીન પહેલી વેબ સિરિઝમાં એક સિરિયલ કિલરનું પાત્ર ભજવશે. હંમેશા સુંદર દેખાવ અને સ્ટાઈલથી લોકોના દિલ જીતવામાં સફળ રહેલી જેકલીન હવે એક હત્યારાનું પાત્ર ભજવવા માટે તૈયાર છે.

સોશિયલ મીડિયા પર પોતાનો દબદબો જાળવી રાખનાર અને લોકપ્રિયતાન શિખરો સર કરનાર જેકલીન એક કવરપેજ માટે સાઇન કરી છે અને હવે અભિનેત્રી ડિજિટલ કવર પર છવાઈ જવા માટે તૈયાર છે.

જેકલીન ફર્નાન્ડિસ 'મિસિસ સિરિયલ કિલર'ની સાથે ડિજિટલ દુનિયામાં પ્રવેશ કરશે

(12:32 pm IST)