Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

તમન્ના ભાટીયાને ખુબ ડરાવી રહ્યો છે પ્રભુદેવા

૩૧મીએ આવશે હોરર ફિલ્મ 'ખામોશી'

 અભિનેત્રી તમન્ના ભાટીયા હવે પ્રભુદેવા સાથે હોરર ફિલ્મ 'ખામોશી'માં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇગયું છે. તમન્ના ભાટીયા અને પ્રભુદેવાની ખતરનાક કેમિસ્ટ્રી ટ્રેલરમાં જોવા મળી છે. તમન્ના પ્રભુદેવાથી ડરતી દેખાઇ રહી છે. તે આ ફિલ્મમાં સુરભી નામની યુવતિનો રોલ નિભાવી રહી છે. જે મુક-બધીર છે.આમ છતાં તે પેઇન્ટીંગનો ખુબ શોખ ધરાવે છે.

ફિલ્મની થીમ પ્રોપર્ટીના વિવાદ પર છે. પ્રભુદેવા ખુબ જ ખતરનાક દેખાઇ રહ્યો છે. સંજય સૂરી અને ભૂમિકા ચાલવા પણ આ ફિલ્મમાં ખાસ રોલમાં છે.  પ્રભુદેવા આ ફિલ્મ થકી લાંબા સમય બાદ   અભિનય કરી રહ્યો છે. સાઇકોલોજીકલ હોરર ફિલ્મમાં મુખ્ય રોલ નિભાવી તમન્ના અત્યંત ખુશ છે. ફિલ્મ ૩૧મેના રોજ રિલીઝ થશે. ફિલ્મનું નિર્દેશન ચકરી તોલેતીએ કર્યુ છે.

(9:48 am IST)