Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

શિદ્દતનું શુટીંગ થશે પંજાબ, લંડન અને પેરિસમાં

નિમાતા દિનેશ વિજાનની આગામી ફિલ્મ 'શિદ્દત' સપ્ટેમ્બરમાં ફલોર પર જશે. આ ફિલ્મનું શુટીંગ પંજાબ, લંડન અને પેરિસમાં કરાવમાં આવશે. દિનેશની પાછલી ફિલ્મ લુકા છુપી બોકસ ઓફિસ પર હિટ રહી હતી. હવે તે 'શિદ્દત-જર્ની બિયોન્ડ લવ' બનાવી રહ્યા છે. આ તેની મહાત્વાકાંક્ષી ફિલ્મ છે. જેમાં સની કોૈશિક, રાધિકા મદન, ડાયેના પેન્ટી અને મોહિત રૈના જેવા સ્ટાર કામ કરશે. સની સાથે રાધિકાની જોડી હશે. જ્યારે મોહિત અને ડાયેનાની જોડી બનશે. નિર્દેશન કૃણાલ દેશમુખ કરશે. જેણે અગાઉ જન્નત અને તુમ મિલે બનાવી હતી. આ ફિલ્મ ૨૦૨૦ના ઉનાળામાં રિલીઝ થશે. આ ફિલ્માં બે કપલની કહાની હશે. કહાની શ્રીધર રાઘવન અને ધીરજ રતને લખી છે.  દિનેશ કહે છે અત્યારે પ્રેમને સાવ સામાન્ય બાબત ગણાય છે, ત્યારે એ વિચારવું મુશ્કેલ છે કે પ્રેમની લંબાઇ કેટલી હશે. શિદ્દત માત્ર પ્રેમની નહિ, પણ એ કહાની પણ છે જેના માટે એક વ્યકિત સફર કરે છે. 

 

(9:48 am IST)