Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ઢોંગી બાબા બનવા માટે મકરંદે કરી ખાસ તૈયારી

મહેશ ભટ્ટની ફિલ્મ 'સડક'ની સિકવલની જોરશોરથી તૈયારી થઇ રહી છે. આલિયા ભટ્ટ આ ફિલ્મમાં મુખ્ય રોલ નિભાવી રહી છે. સાથે સંજય દત્ત અને પૂજા ભટ્ટ પણ છે. આ ફિલ્મમાં આલિયા ઢોંગી બાબાનો પર્દાફાશ કરતી જોવા મળશે. ઢોંગી બાબાનો રોલ અભિનેતા મકરંદ દેશપાંડે નિભાવશે. પૂજા ભટ્ટે સડકમાં મુખ્ય રોલ નિભાવ્યો હતો. સિકવલમાં પણ તેનો ખાસ રોલ હશે. આલિયા ધાર્મિક ગુરૂના આશ્રમમાં રહેતી છોકરીના રોલમાં હશે. આ આશ્રમના બાબા કે જે પરદા પાછળ ઢોંગી બાબા છે તેનો રોલ મકરંદ નિભાવશે. આ ગંભીર પ્રકારના રોલ માટે મકરંદે તૈયારી શરૂ કરી દીધી છે. જેમ સડકમાં સદાશીવ અમરાપુરકરે મહારાનીનો યાદગાર રોલ નિભાવ્યો હતો તેમ મકરંદ પણ પોતાનો રોલ અહમ બનાવવા મહેનત કરી રહ્યો છે. ગુલશન ગ્રોવર પણ આ ફિલ્મમાં છે. મુંબઇમાં અઢારમીથી શુટીંગ શરૂ થઇ ગયું છે.

 

(9:47 am IST)