Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

ફિલ્મ કાલા નું બીજું પોસ્ટર જાહેર :રજનીકાંત અને નાના પાટેકરની ટક્કર

મુંબઈ :સુપરસ્ટાર રજનીકાંતની આગામી ફિલ્મ કાલાની ફિલ્મમેકર્સે ફિલ્મનું બીજૂ પોસ્ટર જાહેર કર્યુ છે. આ પોસ્ટરમાં રજનીકાંતની સાથે નાના પાટેકર જોવા મળી રહ્યા છે. 7 જૂનના રોજ રિલીઝ થનાર ફિલ્મ માત્ર તમિલમાં જ નહિ પરંતુ હિન્દીમાં પણ રિલીઝ થશે. ફિલ્મમાં રજનીકાંત મુંબઈના એક ડોનની ભૂમિકામાં જોવા મળશે. જે ત્યાં વસવાટ કરતા તમિલ લોકોના હિતો માટે લડે છે.

(1:55 pm IST)
  • વધુ એક બોલીવુડ કપલ ભંગાણના આરે : અભિનેતા અર્જુન રામપાલ રહે છે પત્નીથી અલગ : બોલિવુડમાં વધુ એક કપલનું લગ્ન જીવન ભંગાણને આરે છે. બોલિવુડ અભિનેતા અર્જુન રામપાલ અને તેની પત્ની મેહર જેસીયાના સંબંધો અંગે ભારે ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર અર્જુન અને મેહર એક સાથે નથી રહેતા. અર્જૂને પોતાનું ઘર છોડી દીધુ અને અલગ રહે છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષથી આ બંનેના છૂટાછેડા અંગે ઘણાં સમાચાર સાંભળવા મળ્યા છે. access_time 12:43 am IST

  • અમદાવાદ : ગુજરાત ATS એ 50 કરોડની છેતરપીંડી મામલે અમદાવાદની ઈન્ડિયન ગ્રીન રિયાલીટી નામની કંપનીનાં વિનોદ ઠાકર અને વીરેન્દ્ર ઠાકરની કરી ધરપકડ : ઈન્ડિયન ગ્રીન રિયાલીટી નામની કંપની ખોલી બન્ને ભાઈઓએ કરી હતી છેતરપીંડી : સીઆઈડી ક્રાઈમમા નોંધાયો હતો ગુનો access_time 12:28 am IST

  • પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે રાવલપિંડીમાં સ્થિત કૃષ્ણ મંદિરના નવીનીકરણ અને તે વિસ્તરણ કરવા માટે બે કરોડ રૂપિયાની રકમ ફાળવી છે. આ જાણકારી 20 મેએ મીડિયાની એક રિપોર્ટમાં આપવામાં આવી હતી. રાવલપિંડી અને ઈસ્લામાબાદ શહેરોમાં માત્ર કૃષ્ણ મંદિર જ એકમાત્ર હિન્દુ મંદિર છે જે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું છે. મંદિરમાં રોજ સવાર-સાંજ આરતી કરવામાં આવે છે. access_time 6:19 am IST