Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

હું ઝાયરાને ડિપ્રેશન મુક્ત થવામાં મદદ કરીશ :સાન્યા મલ્હોત્રા

અમે બધા એક પરિવારના સભ્ય જેવા છીએ એટલે એકબીજાની તકલીફો વહેંચી લેવાની અમારી ફરજ છે.

મુંબઈ :અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ કહ્યું હતું કે હું બીઝી હોવાથી છેલ્લા કેટલાક સમયથી ઝાઇરાના સંપર્કમાં નહોતી પરંતુ હવે હું એને ડિપ્રેસન મુક્ત થવામાં જરૃર મદદ કરીશ. સુપર સ્ટાર આમિર ખાનની દંગલ ફિલ્મમાં ફોગાટ બહેનોના રોલમાં ચમકેલી સાન્યાએ મોટી બહેન બબીતા કુમારી અને ઝાઇરાએ ગીતા કુમારી ફોગાટનો રોલ કર્યો હતો.

સાન્યાએ કહ્યું હતું કે મારા એક સંબંધી ડિપ્રેસનનો ભોગ બની ચૂક્યા હોવાથી મને આ માનસિક વ્યાધિ અને એની સારવારનો ખ્યાલ છે એટલે હું ઝાઇરાને જરૃર મદદ કરી શકીશ' અત્રે ઉલ્લેખનીય છે કે ૧૭ વર્ષની ઝાઇરાએ ગયા સપ્તાહે એક લાંબા સંદેશામાં સોશ્યલ મિડિયા પર પોતે ડિપ્રેસનનો શિકાર શી રીતે બની ગઇ એની વાત કરી હતી. એના સંદર્ભમાં ઝાઇરા ઝડપભેર સાજી થઇ જાય એ માટે મારાથી બનતી બધી મદદ હું એને કરીશ. અમે બધા એક પરિવારના સભ્ય જેવા છીએ એટલે એકબીજાની તકલીફો વહેંચી લેવાની અમારી ફરજ છે.

(1:43 pm IST)