Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

સની લિયોન નવી ફિલ્મમાં યોદ્ધાના રોલમાં : અહેવાલ

દક્ષિણ ભારતની ફિલ્મ વીરમાદેવી પોસ્ટર જારીઃ સની લિયોન પ્રથમ વખત એક સાહસી રોલમાં ચમકશે

મુંબઇ,: સેક્સ બોમ્બ સની લિયોન હવે આવનારી ફિલ્મ વીરમાદેવીમાં એક યોદ્ધાના રોલમાં નજરે પડનાર છે. ફિલ્મ માટે પોસ્ટર જારી કરવામાં આવ્યા બાદ આને લઇને સની લિયોનના ચાહકો ભારે ખુશ છે. સની લિયોનના ચાહકો ફિલ્મને લઇને આશાવાદી છે. દક્ષિણ ભારતની આ ફિલ્મમાં સની લિયોન એક નવા અવતારમાં નજરે પડનાર છે. ફિલ્મ સાથે સંબંધિત ફર્સ્ટ લુક પોસ્ટર જારી કરવામાં આવ્યા બાદ ચાહકોમાં ભારે ચર્ચા છે. સની લિયોને પોતે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેયર ફોટો કરીને ચર્ચા જગાવી છે. સની લિયોનના ચાહકો માટે સારા સમાચાર એ છે કે તે ફિલ્મી કેરિયરમાં પ્રથમ વખત આ પ્રકારના અવતારમાં જોવા મળી રહી છે. તે પોસ્ટરમાં એક અશ્વ પર સવાર નજરે પડે છે. સની લિયોન પાસેથી જોરદાર દેખાવની આશા રાખવામાં આવી રહી છે. તમિળ અને તેલુગુ ભાષામાં બની રહેલી ફિલ્મ મલયાલમ , કન્નડ અને હિન્દી ભાષામાં પણ રજૂ કરવામાં આવનાર છે. તમિળમાં ફિલ્મનુ નામ વીરમાદેવી રાખવામાં આવ્યુ છે. જ્યારે તેલુગુમાં આ ફિલ્મનુ નામ વીરમહાદેવી રાખવામાં આવ્યુ છે. હાલમાં ફિલ્મનુ શુટિંગ ચાલી રહ્યુ છે. ડાયરેક્ટર વીસી ફિલ્મ પર ખુબ પૈસા લગાવી રહ્યા છે. ફિલ્મમાં હાઇલેવલ વિજ્યુએલ ઇફેક્ટ લાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ રોલ માટે સની લિયોને ભારે મહેનત કરી હતી.

સની લિયોન પ્રથમ વખત દક્ષિણ ભારતની ફિલ્મમાં લીડ રોલમાં નજરે પડવા જઇ રહી છે. જો કે તે આ પહેલા દક્ષિણ ભારતની ફિલ્મોમાં આઇટમ સોંગ કરી ચુકી છે. સની લિયોન છેલ્લે અરબાજ ખાનની સાથે તેરા ઇન્તજાર નામની ફિલ્મમાં નજરે પડી હતી. ફિલ્મ ફ્લોપ રહી હતી. જો કે ફિલ્મ સાફ સુથરી હતી. સનીની પ્રતિષ્ઠામાં તેના કારણે વધારો થયો હતો.

(2:16 pm IST)