Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

બોલીવુડમાં કમબેક કરવા માંગે છે ફરદીન ખાન

મુંબઈ: બોલીવુડના જાણીતા અભિનેતા ફરદીન ખાન ફરી એકવાર બોલીવુડમાં કામ કરવા માંગે છે ફરદીન ખાન લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝથી દૂર છે. ફરદીન ખાન છેલ્લે વર્ષ 2012માં રજૂ થયેલ ફિલ્મ દુલ્હા મિલ ગયામાં નજરે પડ્યો હતો. ફરદીન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કમબેક કરવાની ઈચ્છા રાખે છે. ફર્દિને કહ્યું કે હા, હું કામ કરવા માંગું છું, પણ હવે હું મારી જાતને  નિર્દેશક અને નિર્માતાની નોકરીમાં જોઉં છું. ફર્દિને કહ્યું કે હું આયોજન કરી રહ્યો છું, ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે. ફર્દિન ખાન પોતાના દેખાવને કારણે સમાચારમાં આવે છે.

(5:23 pm IST)