Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

જ્યારે તમે અરવિંદ કેજરીવાલના સમર્થક છો, પરંતુ તમારી પાસે મંકી કેપ નથી, હું સમ ખાવ છું કે મેં તેને આમ કરવા માટે કહ્યું નથીઃ ટ્વિંકલ ખન્નાનું વિવાદીત ટ્વિટ

નવી દિલ્હીઃ સુપરસ્ટાર રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની પુત્રી તથા બોલીવુડના 'ખેલાડી' અક્ષય કુમારની પત્ની અભિનેત્રી ટ્વિંકલ ખન્ના સિલ્વર સ્ક્રીનથી દૂર હોવા છતાં ચર્ચામાં રહેતી હોય છે. તેની જિંદગી જીવવાનો અંદાજ એવો છે કે, લોકોને તેની દરેક વાત જાણવા માટે ઉશ્કેરે છે. ટ્વિંકલ પોતાના અભિનય, દેખાવ અને હાજર જવાબીપણાને કારણે પણ ચર્ચામાં રહે છે. ટ્વિંકલ સોશિલય નેટવર્કિંગ સાઇટ ટ્વીટ પર પણ ખુબ એક્ટિવ રહે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસ્વીર

શુક્રવારે ટ્વિંકલ દ્વારા કરવામાં આવેલું એક ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. હકીકતમાં ટ્વિંકલે પોતાના આ ટ્વીટના માધ્યમથી દિલ્હીની સીએમ અરવિંદ કેજરીવાલની મજાક ઉડાવી છે. તેણે એક તસ્વીર શેર કરી, જેમાં એક બાળક પોતાના માથા પર અંડરવેર પહેરીને ઉભો છે. આ ફોટોને શેર કરતા ટ્વિંકલે લખ્યું, જ્યારે તમે અરવિંદ કેજરીવાલના સમર્થક છો, પરંતુ તમારી પાસે મંકી કેપ નથી. હું સમ ખાવ છું કે, મેં તેને આમ કરવા માટે કહ્યું નથી.

ટ્વિંકલના આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર તસ્વીર વાયરલ થવા લાગી છે. મહત્વનું છે કે, ટ્વિંકલ ખન્નાના ફેન ઓલોઇંગ સોશિયલ મીડિયા પર ઘણા છે.

(4:54 pm IST)