Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

મીરા રાજપૂત પ્રેગ્નેટ :શાહિદકપુર ફરી પિતા બનશે : ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકીને શાહિદે આપી જાણકારી

 

મુંબઈ :બૉલીવુડ અભિનેતા શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂત ફરી પેરેન્ટહૂડનો અનુભવ કરશે હાલમાં કેટલીક મીડિયા રિપોર્ટમાં મિરાના પ્રેગ્નેટ હોવાની વાત કહેવાઈ રહી હતી. પરંતુ કપલે આવી અટકળો પર કોઈ જવાબ આપ્યો નહોતો.પરંતુ હવે શાહિદ કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ક્યૂટ પોસ્ટ દ્વારા બીજા બાળકની જાણકારી આપી છે.

   તેણે પોતાની પોસ્ટમાં પહેલી દીકરી મીશા સૂતેલી છે અને તેની બાજુમાં બલૂન્સ દોરેલા છે. બલૂન્સની ઉપરબીગ સિસ્ટરલખેલું છે. પરથી સમજી શકાય છે કે મીરા ફરીથી માતા બનવાની છે અને મીશા મોટી બહેન બનવાની છે.

   પહેલા મીરા રાજપૂત ઘણીવાર લૂઝ આઉટફીટમાં પોતાનો બેબી બમ્બ છૂપાવતી જોવા મળી છે. પરંતુ બધી રિપોર્ટ્સ અફવાઓ સાબિત થઈ હતી. જોકે વખતે શાહિદે પોતે વાતને કન્ફર્મ કરી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે મીરા રાજપૂતે એક ઈન્ટરવ્યૂમાં બોલિવૂડમાં પોતાના કામ કરવાના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે તે પહેલા બે બાળકોની માતા બનશે અને ત્યાર બાદ બોલિવૂડમાં કામ કરવા વિશે વિચારશે. ત્યારે પણ એવી અટકળો લગાવાઈ રહી હતી કે મિરા ટૂંક સમયમાં ફરીથી માતા બની શકે છે, જેથી કરીને ફિલ્મોમાં કામ કરી શકે.

(1:09 am IST)