Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ફિલ્મ 'કેસરી'ના સેટ પર અક્ષયને ઇજા: શૂટિંગ બંધ રાખવાનું કહ્યું ના

મુંબઈ:બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર એક એવો કલાકાર છે જે છેલ્લા કેટલાક સમયથી સમાજ સાથે સંકળાયેલ પ્રાસંગિક ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. પોતાની ફિલ્મોના પાત્રમાં તે એટલી હદ સુધી ગળાડુબ થઈ જાય છે તેનો અંદાજો તેની ફિલ્મ કેસરીના શુટિંગ દરમિયાન થયેલ એક ઘટનાથી જ લગાવી શકાય છે. તેણે પોતાની ફિલ્મ કેસરીના શુટિંગ દરમિયાન ઈજા થઈ હોવા છતા શુટિંગ ચાલુ રાખ્યુ હોવાની જાણકારી સામે આવી હતી. 
અક્ષયે પોતાની ફિલ્મ જોલી એલએલબી-૨ હોય કે પછી ટોઈલેટ એક પ્રેમકથા તેણે હંમેશા પોતાના દર્શકોને સામાજિક મુંદ્દા પર ફરી વિચારવા મજબુર કરી દીધા છે. તેની ફિલ્મ પેડમેનને પણ દર્શકો તેમજ ક્રિટિક્સ તરફથી શાનદાર પ્રતિક્રિયા મળી હતી. ત્યારે પોતાની આગામી ફિલ્મ કેસરીના શુટિંગ માટે હાલ અભિનેતા મહારાષ્ટ્રના સિતારા જિલ્લામાં છે. અહીં કેટલાક દમદાર એક્શનવાળા ક્લાઈમેક્સનુ શુટિંગ ચાલી રહ્યુ હતું, તે દરમિયાન અભિનેતાને પાંસળીના ભાગે ઈજા થઈ હતી. જોકે ઈજાગ્રસ્ત હોવા છતા તેણે ફિલ્મનુ શુટિંગ ચાલુ રાખ્યુ હતું. તબીબોએ તેને આરામ કરવા જણાવ્યુ હતું, જોકે તેમ છતાં તેણે આરામ કરવાની ના પાડી ફિલ્મનુ શુટિંગ ચાલુ રાખ્યુ હતું. મહત્વનુ છે કે, કેસરી ઉપરાંત અક્ષય ગોલ્ડ અને રજનીકાંત સ્ટારર ફિલ્મ ૨.૦માં પણ નજરે પડવાનો છે. 

(4:58 pm IST)