Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

મેડમટુસો મ્યુઝિયમમાં વેકસના સ્ટેચ્યુ માટે સ્થાન પામનાર કરણ જાહેર બન્યો પહેલો ભારતીય ફિલ્મમેકર

મુંબઇ, તા.૨૦: મેડમ ટુસો મ્યુઝિયમમાં ઘણી સેલિબ્રિટીઝના સ્ટેચ્યુ મુકવામાં આવ્યાં છે. અને એમાં હવે કરણ જાહેરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કરણ જાહેર પહેલો ભારતીય ફિલ્મમેકર છે જેનું સ્ટેચ્યુ મેડમ ટુસો મ્યુઝિયમમાં મૂકવામાં આવશે. કરણ ગઇ કાલે ટ્વિટર પર તેનો ફોટો શેર કર્યો હતો જેમાં તેની સામે ટેબલ પર તેની બાયોગ્રાફી 'અને અનસુટેબર બોય' દેખાઇ રહી છે જેમાં વિવિધ આંખો રાખવામાં આવી છે. કરણે તેના હાથમાં એક બોકસ પકડી રાખ્યું છે. જેમાં તેના હાથનું નિશાન દેખાઇ રહ્યું છે. આ ફોટો શેર કરતાંં કરણે ટ્વીટ કર્યું હતું કે 'જાણીતા મેડમ ટુસલ મ્યુઝિયમમાં પહેલો ભારતીય ફિલ્મમેકર હોવાનો મને ગર્વ છે. મારા સ્ટેચ્યુ માટે સતત કામ કરી રહેલી લંડનની ટીમનો હું આભાર માનું છું. આ સ્ટેચ્યુ કયાં અને કયારે મુકવામાં આવશે એ પછીથી જાહેર કરવામાં આવશે.'(૨૨.૧૦)

(4:23 pm IST)