Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

આજની વહૂઓ બસ રડ્યા જ કરે છેઃ શિલ્પા સકલાની

ટીવી અભિનેત્રી અને અભિનેતા અપૂર્વ અગ્નિહોત્રીની પત્નિ શિલ્પા સકલાની હાલમાં ટીવી શો 'લકીરે'માં નેગેટીવ પાત્ર ભજવી રહી છે. તે કહે છે મેં આવા રોલ અનેક વખત કર્યા છે. એકતા કપૂરના શોમાં વહૂનો રોલ કરવાની મજા આવે છે. પણ આજની વહૂઓ ચોવીસ કલાક રડતી જ રહે છે. હાલના શોમાં વહૂઓને જે રીતે  દેખાડવામાં આવે છે તેમાં કોઇ નવીનતા નજરે પડતી નથી. પહેલાના શોમાં આવા રોલ ગ્લેમરસ અને કંઇક નવું કરતાં જોવા મળતાં હતાં. શિલ્પા ચાર વર્ષ સુધી ટીવી પરદેથી દૂર હતી. હવે તે લકીરમાં ફરીથી જોવા મળી રહી છે. તે કહે છે હું કામ નહોતી કરતી ત્યારે પતિ માટે રસોઇ બનાવીને ખુશ રહેતી હતી. સવારે ઉઠીને તેને પુછતી હતી કે નાસ્તો શું બનાવશું? હું  પાક્કી ગૃહિણી બની ચુકી છું.

(10:07 am IST)