Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

અભિનેતા વિક્રમ ગોખલે અને અન્ય બે જણ સામે છેતરપિંડીની ફરિયાદ

પુણે,તા.૨૦:પુણેના મુળશી તાલુકાના પૌડ પોલીસ સ્ટેશનમાં જાણીતા અભિનેતા વિક્રમ ગોખલે અને અન્ય બે જણ સામે જમીનના બવહારમાં ૧૪ જણની છેતરપિંડીની ફરિયાદ થતાં પોલીસે તેમની સામે ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે.મુખ્ય ફરિયાદી જયંત ભૈરાટે ફરિયાદમાં વિક્રમ ગોખલે, જયંત મ્હાળગી અને સુજાતા મ્ડાળગીએ તેમને સુજાતા કાર્મ્સ પ્રાઇવેટ લિમિટેડના ગિરિવન પ્રોજેકટમાં ફસાવ્યાં હોવાનો આરોપ કર્યો હતો. વિક્રમ ગોખલે કંપનીના ચેરમેન છે.ત્યારે અન્ય બે આરોપી ડિરેકટર છે. પૌડાના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર અશોક ધુમાળે કહ્યું હતું કે, ફરિયાદીઓનું  કહેવું છે કે સેલ્સ ડીડી બનાવ્યા છતાં તેમને હજી સુધી જમીનનો કબજો આપવામાં આવો નથી. આરોપીઓએ એ પ્રોજેકટ માટે સરકારની મંજૂરી મળી હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું.આ બાબતે અમે હાલમાં તેમના આક્ષેપોની તપાસ કરી રહ્યા છીએ. એમાં શું બહાર આવે છે એના આધારે આગળની એકશન લેવામાં આવશે.વિક્રમ ગોખલેએ આ બાબતે કહ્યું હતું કે આક્ષેપો તદન પાયાવિહોણા છે, મે કંપનીમાંથી કયારનુંય રાજીનામું આપી દીધું છે.

(11:32 am IST)