Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

આ પહેલા મેં કદી મુંબઇ શહેરને આવું સૂમસામ અને ચૂપચાપ જોયું નથી : આટલી બધી નીરવ શાંતિ અને ખામોશી : બિગ બી નું ટ્વીટ

અચાનક આપણને લાગવા લાગે છે કે મુંબઇના આપણે એક માત્ર નિવાસી છીએ. સુરક્ષા કાજે સહુ સંભાળીને રહેશો

મુંબઈ : કોરાના વાયરસથી કારાવાસ ભોગવતા હોય એવી સ્થિતિ લોકોની છે. પોતાને સુરક્ષિત રાખવા માટે લોકો ગંભીરતાથી વિચારી રહ્યા છે. એવામાં અમિતાભ બચ્ચને એક ટ્વિટ ચાહકો સાથે શેર કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.

  બિગ બીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું હતું કે, આ પહેલા મેં કદી મુંબઇ શહેરને આવું સૂમસામ અને ચૂપચાપ જોયું નથી. આટલી બધી નીરવ શાંતિ અને ખામોશી…અચાનક આપણને લાગવા લાગે છે કે મુંબઇના આપણે એક માત્ર નિવાસી છીએ. સુરક્ષા કાજે સહુ સંભાળીને રહેશો. અમિતાભની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે

   બોલીવૂડના મોટા ભાગના કલાકારો પોતપોતાના ઘરે શું કરી રહ્યા છે એનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમિતાભ સોશિયલ મીડિયા પર બહુ સક્રિય છે. તાજેતરમાં તેમણે કોરોનાને ઉદ્દેશીને એક કવિતા પણ સોશિયલ મીડિયા પર મુકી હતી તેમજ પોતાના કંઠે સંભળાવી હતી.

(11:10 am IST)