Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

પૂજાને ફિલ્મ માટે માંગ્યા દામ મળ્યા

સાઉથની ફિલ્મોથી અભિનય કારકિર્દી શરૂ કરનાર અભિનેત્રી પૂજા હેગડે બોલીવૂડમાં પણ ઓળખ ઉભી કરી ચુકી છે. અહિ ફિલ્મો ભલે ઓછી કરી હોય આમ છતાં તેને માંગ્યા મુજબની ફી મેળવવામાં સફળતા મળી છે. હાલમાં તે સલમાન ખાન સાથે કામ કરી રહી છે. કભી ઇદ કભી દિવાલી નામની ફિલ્મમાં સલમાન ખાન સાથે પૂજાને લેવામાં આવી છે. પૂજાએ આ ફિલ્મ માટે ચાર ગણી ફી માંગી હતી. નિર્માતાઓએ જરાપણ આનાકાની વગર પૂજાની આ માંગણી સ્વીકારી લીધી હતી. સલમાન ખાન રાધેમાં દિશા પટાની સાથે પણ કામ કરી રહ્યો છે. પૂજા અને દિશા બંને સલમાનથી ઉમરમાં ખુબ નાની છે. પૂજાએ બોલીવૂડમાં રિતીક રોશન સાથે મોહન-જો-દડો કરી હતી. એ ફિલ્મ ચાલી નહોતી પણ તેના કામની નોંધ લેવાઇ હતી. એ પછી હાઉસફુલ-૪ જેવી સફળ ફિલ્મ આપી હતી. હવે ચાર ગણી ફી વસુલી તે સલમાન સાથેની ફિલ્મ કરી રહી છે. આ કારણે તે ખુશ છે. પૂજા અન્ય બે તેલુગુ ફિલ્મ પણ કરી રહી છે.

(9:59 am IST)