Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

આ કારણોસર સ્વરા ભાસ્કર નથી કરવા માંગતી કોઈ પણ ફિલ્મનું નિર્દેશન

મુંબઈ: ફિલ્મ નિર્માણ ક્ષેત્રમાં હાથ આજમાવવાનો પ્રયાસ કરનાર બૉલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરને  ફિલ્મ નિર્દેશનના ક્ષેત્રમાં પગપેસારો કરવામાં કોઈ રસ નથી. તેને જણાવ્યું કે ફિલ્મનું નિર્દેશન નથી કરવા માંગતી કેમ કે તેને પાસે તે દ્રષ્ટિકોણ નથી જે એક નિર્દેશક પાસે હોવી જોઈએ. લેક્મા ફેશન વીકમાં આઈએનએન સાથે વાત કરતા, સ્વરે કહ્યું કે મને નથી લાગતું કે મારામાં એક દિગ્દર્શક બનવાની ગુણવત્તા છે. હું અભિનેત્રી અને નિર્માતા તરીકે પણ ખુશ છું. સ્વરા કૃષ્ણ સેનના જીવન નિર્માતા કંપની સ્ટોરીટેલરની બેનર હેઠળ એક ફિલ્મ બનાવી રહ્યા છે.

(4:30 pm IST)
  • બીજી સર્જીકલ સ્ટ્રાઈક આવી રહી છે?: જાણીતા ડેટા એનાલીસ્ટ જી. પ્રધાને તેમના એક ફોલોઅર રેણુકા જૈન - ચોકીદારના એક ટ્વીટનો જવાબ આપતા લખ્યુ છે કે 'અમે તેમને નિરાશ નહિં કરીએ.' રેણુકા જૈને લખ્યુ હતું કે રોજ હું સવારે ઉઠુ છુ ત્યારે શિવજી પ્રતિ મારો ભાવ પ્રગટ કરી સમાચારો જોવા લાગુ છું કે પાકિસ્તાન ઉપર બીજો હુમલો થયો કે નહિં? તેના જવાબમાં ડો.જી.પ્રધાને સુચક રીતે લખ્યુ છે કે ''અમે તમને નિરાશ નહિં કરીએ'' જેનો અર્થ એવો કઢાઈ રહ્યો છે કે આતંકીઓના છોતરા કાઢવા બીજી સર્જીકલ સ્ટ્રાઈક તોળાઈ રહી છે. access_time 11:28 am IST

  • ભરૂચ નજીક હાઇવે પર મોડી રાત્રીએ એસ. ટી. બસ પલટી જતા દોડધામ : બસમાં સવાર 10 મુસાફરોને નાની મોટી ઇજા access_time 10:51 am IST

  • ગુજરાત સરકારના બે મંત્રીઓને દિલ્હીનું તેડું: દિલ્લી ખાતે પ્રધાનમંત્રી સાથે કરશે મુલાકાત: નવ નિયુક્ત મંત્રી જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા પ્રધાનમંત્રી મોદી સાથે કરશે મુલાકાત access_time 10:59 am IST