Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

આયુષ્માન ખુરાનાની સુપરહિટ ફિલ્મ 'બધાઈ હો'ની 4 ભાષામાં રીમેક બનાવશે બોની કપૂર

મુંબઈ: ગયા વર્ષે રિલીઝ થયેલ આયુષ્માન ખુરાના અને સાન્યા મલ્હોત્રાની સુપરહિટ ફિલ્મ 'બધાઈ હો'નો રીમેક બનવાની વાતો થઇ રહી હતી. 2018ની 10મી ફિલ્મ હતી જેને કરોડની કમાણી કરી હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર 137.61 કરોડની કમાણી કરીને બધાને ચોંકાવી દીધા હતા. હવે એવા સમાચાર મળ્યા છે કે કોમેડી ડ્રામા ફિલ્મની સાઉથમાં રીમેક બનાવવામાં આવશે નિર્માતા બોની કપૂરે ફિલ્મના રિમેકના રાઇટ્સ મેળવી લીધા છે. હવે ફિલ્મ 4 ભાષામાં તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ માં રિલીઝ થશે. અંદાજે 25 વર્ષ પછી બોની કપૂર ફિલ્મ દ્વારા સાઉથ ઈન્ડસ્ટ્રીઝમાં કમબેક કરશે।

(4:27 pm IST)