Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

રિયલ એસ્ટેટ બાદ હવે ઝહીર ઇકબાલ ફિલ્મ નોટબુક સાથે કરી રહ્યો છે ડેબ્યુ

મુંબઇ તા. ૨૦: સુપરસ્ટાર સલમાન ખાનના પ્રોડકશન હાઉસના બેનર હેઠળ બની રહેલી 'નોટબુક' હવે પોતાની રિલીઝને થોડા દિવસો બાકી છે. ફિલ્મના ટ્રેલર અને ગીતોને દર્શકોએ ખૂબ પસંદ કર્યા છે. આ ફિલ્મની સાથે પ્રનૂતન અને ઝહીર ઇકબાલ ફિલ્મી દુનિયામાં પોતાની સફર શરૂ કરવા માટે તૈયાર છે. બોલીવુડમાં ડેબ્યૂ કરતાં પહેલાં પ્રનૂતન એક વકીલ હતી, તો ઝહીર ઇકબાલ રિયલ એસ્ટેટમાં સકસેસફૂલ કરિયર બનાવી ચૂકયા છે.

અભિનેતા ઝહીર ઇકબાલ પોતાના પરિવારમાંથી એક એવા વ્યકિત છે, જે એકિટંગની દુનિયામાં પગ માંડી રહ્યા છે. એકિટંગમાં હાથ અજમાવતાં પહેલાં ઝહીરે શહેરમાં એક પ્રીમિયમ બિલ્ડિંગ માટે બિલ્ડર તરીકે પણ કામ કર્યું છે. એટલું જ નહી તે આસિસ્ટન્ટ ડાયરેકટર તરીકે પણ કામ કરી ચૂકયા છે. ઝહીરના પિતા અભિનેતા સલમાન ખાનના સારા મિત્ર છે અને આ કારણે જ ઝહીર ફિલ્મ ઉદ્યોગના સંપર્કમાં આવ્યા અને અભિનયમાં તેમની રૂચિનો જન્મ થયો. ફિલ્મ 'નોટબુક' તે સમય પર આધારિત જયારે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા વધુ વિકસિત ન હતા. આ ફિલ્મ દ્વારા નિતિન કક્કડે બે અજનબીઓને રોમેન્ટિક કહાણીમાં જાદૂ પાથર્યો છે જે એક જ નોટબુકના પાના છે. એકબીજા સાથે જોડાયેલા તો છે પરંતુ અલગ-અલગ છે, ફિલ્મમાં બે દિલોનો ઉંડો સંબંધ રજૂ કરવામાં આવ્યો છે.

(3:46 pm IST)
  • દિલ્હીમાં મસ્જિદમાં લાઉડસ્પીકરથી લોકોને પરેશાની :નેશનલ ગ્રીન ટ્રિયુબનલે કહ્યું આ ગંભીર અપરાધ : પોલીસે તુર્ત કાર્યવાહી કરવી જોઈએ : NGT પીઠે કહ્યું નાગરિકોને શાંતિપૂર્ણ પર્યાવરણનો બંધારણીય અધિકાર છે અને તેને નિર્ધારિત માપદંડથી વધુ ધ્વનિ પ્રદુષણ દંડનીય અપરાધ છે સાથોસાથ પોલીસને કહ્યું કે આવા સ્થળોની ઓળખ કરે અને ઉલ્લંઘનકર્તાઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી માટે એક નિગરાની પ્રણાલી સ્થાપિત કરે access_time 12:21 am IST

  • પહેલી એપ્રિલથી ઘર ખરીદવાનું થશે સસ્ત:નિર્માણાધીન એફોર્ડેબલ પ્રોજેક્ટ પર 8 ટકાને બદલે 1 ટકા જ્યારે અન્ય મકાનો પર 12 ટકાને બદલે 5 ટકા ટેક્સ લાગશે. access_time 11:00 am IST

  • ગુજરાત BJP પાર્લામેન્ટરી બોર્ડ ની મીટીંગ બાદ આખરી યાદી તૈયાર :,હોળી પછી દિલ્હી જઈ સોંપશે યાદી:અન્ય રાજય ના તબક્કાવાર યાદી મંગાવાઈ રહી છે:વિજય રૂપાણી પણ હોળી પછી દિલ્હી જાય તેવી સંભાવના access_time 10:59 am IST