Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

આદિત્ય થયો વ્યસ્તઃ ત્રણ પ્રોજેકટ હાથ પર

આદિત્ય રોય કપૂરે ફિલ્મ 'મલંગ'નું શુટીંગ શરૂ કરી દીધુ છે. આ અંગેની જાણકારી મલંગના ટ્વિટર હેન્ડલ પર અપાઇ છે. આ ફિલ્મનું નિર્દેશન મોહિત સૂરીએ સંભાળ્યું છે. ૨૦૨૦માં વેલેન્ટાઇન ડે પર આ ફિલ્મ રિલીઝ થશે. દિશા પટાનીને આ ફિલ્મમાં આદિત્ય સાથે મુખ્ય રોલ મળ્યો છે. પહેલી વખત બંને સાથે કામ કરી રહ્યા છે. આદિત્ય ખુબ વ્યસ્થ થઇ ગયો છે અને ત્રણ પ્રોજેકટ હાથ પર છે. રોમાન્ટીક હોરર ફિલ્મ મલંગમાં આદિત્ય, દિશા ઉપરાંત કૃણાલ ખેમુ પણ મહત્વના રોલમાં છે. મોહિત સૂરી સાથે આદિત્યને બીજી વખત કામ કરવાની તક મળી છે. અગાઉ બંનેએ આશિકી-૨ જેવી સુપરડુપર હિટ ફિલ્મ આપી હતી. અનિલ કપૂરને પણ મલંગમાં રોલ અપાયો છે. આદિત્ય અભિષેક વર્માની મલ્ટીસ્ટારર ફિલ્મ કલંકમાં પણ ખાસ રોલમાં છે. આ ઉપરાંત મહેશ ભટ્ટની સડક-૨માં તે આલિયા ભટ્ટ સાથે કામ કરી રહ્યો છે.

(9:37 am IST)