Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

મને બધા બોયફ્રેન્ડે મૂકી દીધી છે: કંગના રનૌત

મુંબઇ: અભિનેત્રી નેશનલ એવોર્ડ વિજેતા કંગના રનૌતે કહ્યું હતું કે મેં કોઇ બૉયફ્રેન્ડને છોડયો નથી. બધા બૉયફ્રેન્ડ્સે મને દગો આપ્યો હતો. '૧૬ વર્ષની ઉંમરથી હું એક યા બીજી વ્યક્તિ સાથે પ્રેમમાં પડી હતી. ૩૦ વર્ષની થઇ ત્યાં સુધીમાં મને મોટા ભાગના બૉયફ્રેન્ડ્સે દગો આપ્યો હતો' એમ કંગનાએ કહ્યું હતું. કંગના હાલ ઐતિહાસિક ઝાંસીની રાણી લક્ષ્મી બાઇ વિશેની ફિલ્મ મણીકર્ણિકા ઉપરાંત એકતા કપૂરની મેન્ટલ હૈ ક્યા ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મમાં એનો હીરો રાજકુમાર રાવ છે. એણે કહ્યું કે મને હજુ મારા સપનાનો રાજકુમાર મળ્યો નથી. ઘણીવાર મને એવું લાગ્યું હતું કે કોઇ મને પ્રેમ કરે છે પરંતુ દરેક વખતે મને દગો આપવામાં આવ્યો હતો. મેં કદી કોઇની સાથે બ્રેકપ કર્યો નથી. દરેક વખતે સામી વ્યક્તિએ મારી સાથે એકપક્ષી બ્રેકપ કર્યો હતો. છેલ્લાં બે ત્રણ વર્ષથી કંગનાનો આ પ્રકારનો વિવાદ ટોચના અભિનેતા રિતિક રોશન સાથે ચાલી રહ્યો હતો. કંગનાએ એવો દાવો કર્યો હતો કે રિતિકે એને હજાર પંદરસો ઇ મેલ મોકલ્યા હતા. રિતિકે આ દાવો નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે કોઇએ મારા નામે કંગના સાથે આવો વ્યવહાર કર્યો હશે. રિતિકે મુંબઇ પોલીસની સાઇબર શાખામાં ફરિયાદ પણ નોંધાવી હતી અને પોતાનું લેપટોપ પોલીસને સુપરત કર્યું હતું. એણે પોલીસને એવી વિનંતી પણ કરી હતી કે મારી જેમ કંગનાના લેપટોપની પણ તલાશ કરવામાં આવે. આ વિવાદનો હજુ અંત આવ્યો નથી.

(4:50 pm IST)