Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

જાહન્વી કપૂર પહેલીવાર કરાવશે ફોટોશૂટ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી સ્વ.શ્રીદેવીની મોટી પુત્રી જાહન્વી કપૂર પોતાની અપકમિંગ ફિલ્મ 'ધડક'નું શૂટિંગ પૂરું કરી ચુકી છે અને હવે એવી ખબર છે કે તે પહેલીવાર ફોટોશૂટ કરવાની છે. આ ફોટોશૂટ Vogue મેગેજીન માટે કરાવવાની છે. એવી પણ માહિતી છે કે આ ફોટોશૂટ વખતે તેની નાની બહેન ખુશી કપૂર પણ તેની સાથે હશે.આ ફોટોશૂટ પણ ખુશીની સાથે મનીષ મલ્હોત્રા અને કરણ જોહર પણ સાથે જવાના છે. જાહન્વી પહેલા આ ફોટોશુટ તેની માં શ્રીદેવી સાથે કરવાની હતી પણ તેના અચાનક મૃત્યુ થયા પછી જાહન્વી એકલી ફોટોશૂટ કરવાની છે.

(4:47 pm IST)