Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

સાઉથની વધુ ફિલ્મો કરવા તૈયાર છે હુમા

હુમા કુરેશી બોલીવૂડમાંથી હવે સાઉથની ફિલ્મો તરફ વળી ગઇ છે. તમિલ ઇન્ડસ્ટ્રીમાં તેની પહેલી ફિલ્મ 'કાલા' છે. આ ફિલ્મમાં તે સુપરસ્ટાર રજનીકાંત સાથે કામ કરી રહી છે. હવે હુમા ચેન્નઇમાં એક એપાર્ટમેન્ટ ખરીદવાની તૈયારી કરી રહી છે. તે કહે છે આ શહેર સાથે મને પ્રેમ થઇ ગયો છે. અહિ શુટીંગ કરવાનું પણ ખુબ ગમે છે. અહિના લોકો પણ ખુબ સરસ છે. ૨૦૧૬માં આવેલી મલયાલમ ફિલ્મ વાઇટમાં કામ કર્યા પછી હુમા હવે ફરીથી સાઉથની વધુ ફિલ્મો કરવા ઇચ્છે છે. તેણે કહ્યું હતું કે કાલામાં રજનીકાંત સાથે કામ કરવાનો અનુભવ અદ્દભુત રહ્યો છે. તલિમ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા આનાથી વધુ સારી ફિલ્મ કઇ હોઇ શકે? હું ભૌગોલિક સિમાઓમાં બંધાઇને રહેવા કરતાં કોઇપણ ફિલ્મ કરવા તૈયાર છું. હિન્દી હોય કે સાઉથની ફિલ્મ હોઇ સ્ક્રિપ્ટ સારી હોવી જોઇએ. રજનીસર પાસેથી ઘણું શીખવા મળ્યું છે, તેમના ઘરનું ભોજન પણ સેટ પર આવતું હતું.

(9:40 am IST)