Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

જીયાખાનઃ ઝળહળતી કારકિર્દી તરફ દોટ મૂકી રહેલ અભિનેત્રીએ અચાનક ''વિરામ'' લઇ લીધો

ગજનીમાં અભિનય આપેલઃ ૧૬ વર્ષની ઉંમરમાં ૬ પોપ ગીતો બનાવેલઃ ડિપ્રેસને જીવ લીધો

જિંયાખાનનો જન્મ ૨૦ ફેબ્રુઆરી, ૧૯૮૮ના રોજ થયો હતો. જેનું અસલી નામ નફીસાખાન હતું. એક બોલિવૂડ અભિનેત્રી હતી. તેને ૨૦૦૮ની ફિલ્મ ગજનીમાં અભિનય માટે ઓળખવામાં આવે છે. તેમની ત્રીજી અને અંતિમ ફિલ્મ ૨૦૧૦માં પ્રદર્શિત થયેલ 'હાઉસફૂલ' હતી. ૨૦૧૨માં તેમણે પોતાનું નામ પાછું બદલીને નફીસા રાખી લીધું. 

   ર૪ મે, ર૨૦૧૩એ તેમણે પોતાનું અંતિમ ટ્વીટ લખ્યું હતું જેમાં તેમણે અલવિદા કહી દીધું હતું. જિયાએ ટ્વીટર એકાઉન્ટ  અસલી નામ નફીસાખાનના નામથી બનાવ્યું હેતું. તેમણે ર૪ મે, એ આખરી ટૂવીટ કર્યું, 'સોરી, હું ટ્વીટરથી જઈ રહી છું થોડોક બ્રેક લઈ રહી છું.. .. કયારેય કયારેય તમને મારી યાદ તાજી કરવા માટે આરામની જરૂરત પડે છે. ૩ જૂન, ર૦૧૩એ મોડી રાતે તેમનું ફાંસી લગાવેલ શબ તેમના જુહુ સ્થિત ઘરેથી મળ્યું. અહીં તે પોતાની માતાની સાથે રહેતી હતી.

  મુંબઈ આવવાથી પહેલા તેમનો ઉછેર લંડનમાં થયો. તે બોલિવૂડમાં પોતાનું ભાગ્ય અજમાવવા મુંબઈ આવી. તે  છ વર્ષની ઉમરમાં રામગોપાલ વ્મની પૂર્વ શિષ્ય ઉમિલા માતોંડકરની ફિલ્મ રંગીલાથી દ્યણી પ્રભાવિત થઈ અને બોલિવૂડમાં આવવા માટે પ્રેરિત થઈ.

 ખાનપ્રશિક્ષિત ઓપેરા ગાયક હતી અને માત્ર ૧૬ વર્ષની ઉંમરમાં તેમણે છ પોપ ગીતોનું અભિલેખન કરીઃ ચૂકી હતી, તે પોતાના મિત્રો સાથે એક સરો આલ્બમ પ્રકાશિત કરવા ઈચ્છતી હતી અને બ્રિટની સ્પિયર્સ, મેડોના અને લાઉઝ સંગીતની સાથે મિશ્રીત સંગીત આપવા માંગતી હતી. ખાને  દ્યણા વર્ષો પી નૃત્યનો અભ્યાસ પણ કર્યો.

જિયાની પ્રથમ ફિલ્મ એક બાળકલાકાર રૂપે દિલ સેનામક હતી. જેમાં તેમણે મનીષા કોઈરાલાના નાનપણનો અભિનય કર્યો હતો. ૧ ૬ વર્ષની ઉંમરમાં તેમણે મુકેશ ભટ્ટની ફિલ્મ 'તુમસા નહીં દેખા'થી શરૂઆત કરવાની કોશિક કરી પરંતુ ભૂમિકા તેના માટે મોટી હોવાને કારણે પાછળ હટી ગઈ અને તેમની જગા દિયા મિરઝાને લઈ લેવામાં આવી. બે વર્ષ પછી ૨૦૦૩માં તેણે વિવાદાસ્પદ ફિલ્મ નિશબ્દમાં અમિતાભ બચ્ચન સાથે ભૂમિકા અદા કરી. ફિલ્મને માર્ચ ૨૦૦૭માં રિલીઝ કરવામાં આવી. આ ફિલ્મમાં તેણે એક ગીત પણ ગાયું હતું.

તેણે આમિરખાનની સાથે એ.આર.મુરૂગાદોસની ફિલ્મ ગજની, જે આ નામની તામિલ ફિલ્મની રિમેક હતી, જેમાં ભૂમિકા અદા કરી. તેમણે કેન દ્યોષની ફિલ્મ 'ચાન્સ પે ડાન્સ'માં એક મોટી ભૂમિકા શાહિદકપૂરની, સાથે આપવામાં આવી.  પરંતુ તેની જગા જેનેલિયા ડિસૂઝાએ લઈ લીધી. ખાને સાજિદ ખાનની ફિલ્મ 'હાઉસફુલ' માં દેવિકાની ભૂમિકા અદા કરી.

 અભિનેત્રી જિયાખાન ૩ જુન ૨૦૧૩એ અજ્ઞાત કારણોથી જુહૂ સ્થિત સાગર તરંગ એપાર્ટેમેન્ટમાં પોતાના નિવાસસ્થાન પર ફાંસીના ફંદા પર ઝૂલતી મળી. તેને તત્કાળ એક નિજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી જયાં ડોકટરોએ તેને મૃત દ્યોષિત કરી. કેટલાક સૂત્રો અનુસાર તે ડિપ્રેશનથી ગ્રસ્ત હતી. એકાંકીપણું તેને અકળાવતું હતું.    ૨૦૦૭માં ફિલ્મ નિશબ્દ માટે જિયાખાનને ફિલ્મફેર મહિલા - પ્રથમ્ પુરસ્કાર માટે નોમિટ કરવામાં આવી. 

પૂરૂ નામઃ નફીસાખાન 

 જન્મઃ ર૦ફેબ્રુઆરી ૧૯૮૮ 

 જન્મસ્થળ : ન્યુયોક નગર, અમેરિકા 

 અન્ય નામઃ નફીસાખાન 

 નાગરિકતાઃ બ્રિટિશ

 માતા-પિતા - અલી રિઝવી ખાન, રાબિયા અમીન

 વ્યવસાય : અભિનેત્રી

 મૃત્યુઃ ૩જૂન ૨૦૧૩ (ઉંમર-૨૫), જુહૂ-મુંબઈ

વિશેષઃ ફિલ્મફેર મહિલા પ્રથમ અભિનય પુરસ્કાર માટે નોમિટ (ફિલ્મ નિશબ્દ માટે ૨૦૦૭માં)

(3:20 pm IST)