Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

કમલ હાસનની ફિલ્મ 'ઇન્ડિયન ૨'ના સેટ પર દુર્ઘટનાઃ આસિસ્ટન્ટ ડાયરેકટર સહિત ૩ લોકોનાં મોત

ચેન્નઈ, તા.૨૦ દક્ષિણ ભારતના સુપરસ્ટાર કમલ હાસનની ફિલ્મ 'ઇન્ડિયન ૨'ના સેટ પર મોટી દુર્દ્યટના બની છે. ચેન્નઈના ઈવીપી સ્ટુડિયોના સેટ પર ક્રેન ક્રેશ થઈ ગઈ જેની ઝપટમાં આવવાથી ફિલ્મના આસિસ્ટન્ટ ડાયરેકટર સહિત ત્રણ લોકોનાં મોત થયા છે. આ દુર્દ્યટનામાં ૧૦ લોકો દ્યાયલ થવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મોડી રાત્રે કમલ હાસન પણ હોસ્પિટલ પહોંચ્યા અને તેઓએ ઘાયલના ખબર અંતર પૂછયા. મળતી માહિતી મુજબ જે સમયે આ દુર્દ્યટના બની તે સમયે તેઓ સેટ પર હાજર હતા.

દુર્દ્યટનામાં મધુ (૨૯) (ડાયરેકટર શંકરના પર્સનલ ડાયરેકટર), કૃષ્ણા (૩૪) (આસિસ્ટન્ટ ડાયરેકટર) અને એક સ્ટાફર ચંદન (૬૦)નું મોત થયું છે. નોંધનીય છે કે આ ફિલ્મને એસ. શંકર (S. Shankar) ડાયરેકટ કરી રહ્યા છે.

(11:36 am IST)