Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

તાપસીની એક પછી એક છ ફિલ્મો કતારમાં

સાઉથમાંથી આવ્યા પછી બોલીવૂડમાં નામ અને સ્થાન મેળવી ચુકેલી અભિનેત્રી તાપસી પન્નુને તાજેતરમાં ફિલ્મ સાંડ કી આંખ માટે ફિલ્મફેર પુરષ્કાર મળ્યો છે. હવે આ અભિનેત્રી જર્મન ફિલ્મ રન લોલા રનની હિન્દી રિમેકમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ લૂપ લપેટા રાખવામાં આવ્યું છે. ફિલ્મમાં તાપસી સાથે તાહીર રાજ ભસિનને લેવામાં આવ્યો છે. નિર્દેશક તરીકે આકાશ ભાટીયા કામ કરશે. સોની પિકચર્સના બેનરમાં આ ફિલ્મ બની રહી છે. કોમેડી થ્રિલર જોનરની આ ફિલ્મ ૨૯ જાન્યુઆરી-૨૦૨૧ના રિલીઝ થશે. તાપસીની એક પછી એક છ ફિલ્મો કતારમાં છે. જેમાંથી કેટલીક ફિલ્મ આ વર્ષે જ રિલીઝ થવાની છે. આમ તાપસી બોલીવૂડમાં સતત આગળ વધી રહી છે. જર્મન ફિલ્મ રન લોલા રન ૧૯૯૮માં આવી હતી. થ્રિલર કોમેડી એવી આ ફિલ્મ ત્યારે ખુબ હિટ નિવડી હતી. ઓસ્કારમાં પણ નોમિનેટ થઇ હતી. હાલમાં તાપસી તેની ફિલ્મ થપ્પડને કારણે ચર્ચામાં છે. જે ૨૮મીએ રિલીઝ થશે. આ ઉપરાંત તે શાબાસ મિથ્થુમાં ક્રિકેટર મિતાલી રાજનો રોલ નિભાવી રહી છે. હસીન દિલરૂબા, રશ્મી રોકેટ તેમજ એક સસ્પેન્સ થ્રિલર તે કરી રહી છે.

(9:55 am IST)