Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

સંજય મિશ્રા કામયાબમાં ચરિત્ર અભિનેતાના રોલમાં

રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રસ્તુત અને દ્રશ્યમ ફિલ્મ્સ નિર્મિત 'કામયાબ' બોલીવૂડના કેરેકટર અભિનેતાઓ સાથે જોડાયેલી કડવી અને મીઠી કહાની છે. આ ફિલ્મ છઠ્ઠી માર્ચના રોજ રિલીઝ થવાની છે. એ પહેલા અનેક ફેસ્ટીવલમાં આ ફિલ્મે ધૂમ મચાવી છે. ફિલ્મમાં સંજય મિશ્રા અને દિપક ડોબરીયાલ સાથે સારિકા સિંહ, ઇશા તલવાર સહિતના પ્રતિભાશાળી કલાકારો છે. આ ફિલ્મના નિર્દેશક હાર્દિક મહેતા પણ નવોદિત છે. હાર્દિકે પોતાની શોર્ટ ફિલ્મ 'અમદાવાદમાં ફેમસ' માટે રાષ્ટ્રીય પુરષ્કાર પણ જીત્યો હતો. કામયાબના ટ્રેલરમાં સુધીર (સંજય મિશ્રા)ની કહાની દેખાડાઇ છે. જે એક સાઇડકિક અને અનુભવી ચરિત્ર અભિનેતા છે. પણ તેને જ્યારે ખબર પડે છે કે તે ૪૯૯ ફિલ્મોમાં કામ કરી ચુકયા છે. આથી તે ૫૦૦નો રેકોર્ડ બનાવવા ફરીથી અભિનય ક્ષેત્રે એન્ટ્રી કરવાનો નિર્ણય કરે છે. ટ્રેલરમાં એક ચરિત્ર અભિનેતાને હૃદયસ્પર્શી કહાની છે. જે રાઉન્ડ ફિગર માટે તત્પર છે. તે પાંચસોમી ફિલ્મમાં કાબીલેદાદ ભુમિકા નિભાવવા તત્પર હોય છે.

(9:54 am IST)