Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

19 વર્ષ બાદ અનિલ કપૂરની સુપરહિટ ફિલ્મ 'નાયક'ની બનશે સિક્વલ

મુંબઇ:  અનિલ કપૂરની ૧૯ વરસ પહેલા રીલિઝ થયેલી હિટ ફિલ્મ 'નાયક  ધ રિયલ હીરો'ની સિકવલ બનાવાની ચર્ચા થઇ રહી છે. રિપોર્ટના પ્રમાણે બોલીવૂડ ડાયરેકટર્સ આ ફિલ્મની સિકવલ બનાવાનું વિચારી રહ્યા છે. અનિલે કહ્યુ હતુ કે, '' મને પણ 'નાયક' ફિલ્મની સિકવલ બનાવાનો વિચાર સારો લાગે છે. ''ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ એસ. શંકરની હિટ તમિલ ફિલ્મની રીમેક હતી. ૨૦૦૧માં રીલિઝ થયેલી આ ફિલ્મમાં દર્શાવામાં આવ્યું હતું કે, એક સામાન્ય નાગરિક કઇ રીતે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડે છે. તેને એક દિવસ માટે મુખ્યપ્રધાન બનાવાનો નિર્ણય લેવામાં આવે છે જે સંપૂર્ણ પ્રશાસનને સુધારે છે. આ ફિલ્મમાં અનિલ સાથે અમરિશ પુરીપણ મહત્વના રોલમાં હતો. અનિલ આગામી ફિલ્મમાં નકારાત્મક પાત્રમાં જોવા મળવાનો છે. આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રોય કપૂર અને દિશા પટાણી હશે. 

(6:31 pm IST)