Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

'ટોટલ ધમાલ' પછી હવે ફિલ્મ 'લૂકા છૂપી' પણ પાકિસ્તાનમાં નહીં થાય રિલીઝ

મુંબઇ:  ફિલ્મ સર્જક દિનેશ વીજને એવી જાહેરાત કરી હતી કે પુલવામા આતંકવાદી હુમલાના વિરોધ રૃપે હવે પછી મારી કોઇ ફિલ્મ કદી પાકિસ્તાનમાં રજૂ નહીં કરું.'મેં પાકિસ્તાની વિતરક સાથેના મારા કરારને રદ કર્યા છે. હવે પછી મારી કોઇ ફિલ્મ કદી પાકિસ્તાનમાં રજૂ નહીં કરું. મને પાકિસ્તાની દર્શકોની શાબાશી કે પ્રશંસા નહીં જોઇએ' એમ દિનેશ વીજને કહ્યું હતું.દિનેશ વીજનના બેનર મેડોક ફિલ્મ્સ દ્વારા પહેલી માર્ચે લૂકા છૂપી ફિલ્મ આખી દુનિયામાં રજૂ થવાની છે પરંતુ અગાઉ પાકિસ્તાની વિતરક સાથે કરાર કર્યા હોવા છતાં હવે એ કરાર રદ કરીને વીજને કહ્યંુ હતું કે આ ફિલ્મ કે ભવિષ્યમાં મારા બેનર તળે બનનારી કોઇ ફિલ્મ કદી પાકિસ્તાનમાં રજૂ નહીં થાય. લૂકા છૂપીમાં કાર્તિક આર્યન અને કૃતિ સનોન ચમકી રહ્યાં છે. વીજનની બીજી બે ફિલ્મો છે અર્જુન પતિયાલા અને મેડ ઇન ચાઇના. અર્જુન પતિયાલામાં ગાયક અભિનેતા દિલજિત દોસાંઝ અને કૃતિ સનોન ચમકે છે જ્યારે મેડ ઇન ચાઇનામાં રાજકુમાર રાવ અને ટીવી સ્ટાર મૌની રોય ચમકે છે. આમાંની એક પણ ફિલ્મ પાકિસ્તાનમાં રજૂ નહીં કરાય એવું વીજને કહ્યું હતું.અત્યાર અગાઉ અજય દેવગણ પણ પોતાની સુપરહિટ કોમેડી સિરિઝ ધમાલની ત્રીજી કડી ટોટલ ધમાલ પાકિસ્તાનમાં રજૂ નહીં કરવાની જાહેરાત કરી ચૂક્ય છે.

(6:29 pm IST)