Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

રોમાન્સ-કોમેડીથી ભરપુર ફિલ્મમાં કાર્તિક-દિશાની જોડી

સોનૂ કે ટીટૂ કી સ્વીટી પછી કાર્તિક આર્યનને બોલીવૂડમાં એક પછી એક મોટી ફિલ્મો મળી રહી છે. કાર્તિક યુવાનોમાં ખુબ લોકપ્રિય બની ગયો છે. દેરક નિર્માતા તેને લઇને ફિલ્મ બનાવવા તૈયાર છે. જો કે કાર્તિક ગમે તે ફિલ્મ કરતો નથી. તેને ખબર છે કે ખરાબ ફિલ્મો તેની કારકિર્દીને

પાછળ ધકેલી દેશે. આવી જ ભુલ વર્ષો પહેલા અક્ષય ખન્નાએ કરી હતી. કાર્તિકની જેમ જ અભિનેત્રી દિશા પટાની પણ ફિલ્મોની પસંદગીમાં ખુબ ધ્યાન રાખી રહી છે.

એમએસધોની ધ અનટોલ્ડ સ્ટોરી, બાગી-૨ પછી દિશાને અનેક ફિલ્મોની ઓફર થઇ  છે. પણ તે સશકત પાત્રો હોય તો જ કામ કરી રહી છે. કાર્તિક અને દિશાને લઇને ભુષણ કુમારે એક ફિલ્મની ઘોષણા કરી છે. આ ફિલ્મનું નિર્દેશન અનીસ બાઝમી કરશે અને શુટીંગ ઝડપથી શરૂ થશે. આ ફિલ્મ રોમાન્સ અને કોમેડીથી ભરપુર હશે. દિશા હાલમાં સલમાનની સાથે ભારતમાં કામ કરી રહી છે.

(9:45 am IST)