Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

સોનાક્ષી સિન્હા કરશે નવાજુદ્દિન સિદ્દીકી સાથે ફિલ્મ

અભિનેત્રી સોનાક્ષી સિન્હા પાસે આ વર્ષમાં ખુબ જ કામ છે. તે સતત વ્યસ્ત હોવાથી ખુશ છે. ત્યાં તેને વધુ એક ફિલ્મ મળી છે જેમાં તે નવાજુદ્દિન સિદ્દીકી સાથે કામ કરવાની છે. 'બોલે ચુડીયા'નામની ફિલ્મમાં સોનાક્ષીને મુખ્ય રોલ મળ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન નવાજુદ્દિનના ભાઇ શમ્સ નવાબ સિદ્દીકી કરશે. તેમની આ પહેલી ફિલ્મ છે.   શમ્સ આ ફિલ્મ માટે અભિનેત્રીની તલાશ કરી રહ્યા હતાં. તેની પસંદગી સોનાક્ષી સિન્હા પર આવીને અટકી છે. સોનાક્ષી આ ફિલ્મ સ્વીકારી લેશે તો નવાજુદ્દિન અને સોનાક્ષીની આ પહેલી ફિલ્મ હશે. સોનાક્ષી પાસે હાલમાં કલંક, મિશન મંગલ, દબંગ ૩ સહિતની ફિલ્મો છે. નવાજુદ્દિન પણ ફોટોગ્રાફી અને મોતીચૂર ચકનાચૂર નામની ફિલ્મોમાં વ્યસ્ત છે.

 

(9:44 am IST)