Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

કરણ જોહરની 'રણભૂમિ'માં જોવા મળશે વરુણ ધવન

મુંબઇ: ફિલ્મ સર્જક કરણ જોહરે પોતાના માનસ સંતાન સમા હાલ ટોચના અભિનેતા વરુણ ધવનને પોતાની એક આગામી ફિલ્મ રણભૂમિ માટે સાઇન કર્યો હોવાનું ટ્વીટર પર જણાવ્યું હતું. આમ તો વરુણ કરણની જ શોધ છે. ૨૦૧૨માં કરણે બનાવેલી અને નિર્દેશેલી ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધી યરથી વરુણે અભિનય કારકિર્દી  શરૃ કરી હતી. ત્યારબાદ એની ધડાધડ પ્રગતિ થવા લાગી હતી અને એણે એક પછી એક હિટ ફિલ્મો આપવા માંડી હતી જેમાં ખુદ કરણની હમ્પ્ટી શર્મા કી દૂલ્હનિયાં અને બદ્રીનાથ કી દૂલ્હનિયાં ઉપરાંત એના પિતાની ફિલ્મ જુડવા ટુનો સમાવેશ થયો હતો. કરણ જોહરે પોતાના બેનર ધર્મા પ્રોડક્શન્સની રણભૂમિ ફિલ્મની જાહેરાત ટ્વીટ પર કરતાં કહ્યું હતું કે આ ફિલ્મ અમે ૨૦૨૦ની દિવાળી પર રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. આ ફિલ્મની હીરોઇન કે અન્ય સ્ટાર કાસ્ટ હજુ જાહેર કરાઇ નથી પરંતુ હમ્પટી અને બદ્રીનાથમાં વરુણ સાથે હતો એ અભિનેતા વિવેક ખૈતાનનાં નામની જાહેરાત પણ કરણે વરુણની સાથેજ કરી હતી.

(9:00 pm IST)