Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

'બાગી-2'ના રિલીઝ પહેલા થ્રિની બનાવવાની જાહેરાત

મુંબઇ: કેટલીક ફિલ્મો બનતી હોય ત્યારેજ એના સર્જકને એની સાથે એવી માયા બંધાઇ જાય છે કે એની સિક્વલની તૈયારી કરવા માંડે. ટાઇગર શ્રોફને ચમકાવતી બાગી ટુની વાત એવી જ છે. હજુ બાગી ટુ રજૂ પણ થઇ નથી ત્યાં એના સર્જક સિનિયર નિર્માતા સાજિદ નડિયાદવાલાએ બાગી થ્રી બનાવવાની જાહેરાત કરી હતી. બાગી અને બાગી ટુમાં ટાઇગર હીરો હતો અને આ ફિલ્મ એક્શન ફિલ્મ હતી. ટાઇગરે કરાટે અને કૂંગ ફૂ જેવી સ્વબચાવની તાલીમ એટલી પાક્કી લીધી છે કે એનાં એક્શન દ્રશ્યોથી નિર્માતા પ્રભાવિત થયા હતા. ટોચના કોરિયોગ્રાફર કમ ડાયરેક્ટર અહમદ ખાન બાગી થ્રીનું પણ ડાયરેક્શન કરશે એવી જાહેરાત પણ સાજિદે કરી હતી. બાગી ફિલ્મ હિટ નીવડી હતી એટલે બાગી ટુ બનાવવાનો નિર્ણય સાજિદે કર્યો હતો. હવે બાગી ટુ માર્ચની ૩૦મીએ રજૂ થવાની છે. ફિલ્મ રજૂ થયા પહેલાંજ એનાથી પ્રભાવિત થયેલા સાજિદે બાગી થ્રી બનાવવાની ઔપચારિક જાહેરાત પણ કરી દીધી હતી. બાગી અને બાગી ટુમાં ટાઇગરની કહેવાતી ગર્લફ્રેન્ડ દિશા પટની હીરોઇન હતી. બાગી થ્રી માટે હજુ એના નામની જાહેરાત થઇ નથી. આ વર્ષની આખરમાં પહેલાં ચીનમાં અને ત્યારબાદ જાપાનમાં બાગી થ્રીનું શૂટિંગ કરવામાં આવશે એવી જાહેરાત પણ સાજિદે કરી હતી.

(7:02 pm IST)