Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

પદ્દમાવતની પાર્ટી થશે મધદરિયે

શનિવારે ધ આર્ક ડેક બાર બોટમાં સંજય લીલા ભણસાલી ૧પ૦ લોકોને આપશે પાર્ટીઃ શાહિદ નહિં રહી શકે હાજર

મુંબઇ તા. ર૦ : સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્દમાવત' અનેક વિવાદોમાં સપડાયા બાદ રિલીઝ થઇ અને આ ફિલ્મ સુપરહિટ થઇ રહી છે એણે ભારતમાં ર૭પ કરોડ રૂપિયા કરતા વધારે બોકસ ઓફીસ કલેકશન મેળવ્યું છે. અને વિશ્વભરમાં એનો બિઝનેસ પ૪૦ કરોડ રૂપિયા જેટલો રહ્યો છે એથી સંજય લીલા ભણસાલીની પંચાવનમી વરસગાંઠના દિવસે ર૪ ફેબ્રુઆરીએ સકસેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છ.ે

ખાસ અંદાજમાં આ પાર્ટી મુંબઇની કોઇ હોટેલામાં નહીં, પણ મધદરિયે ધ આર્ક ડેક બાર નામની બોટમાં યોજાશે પાર્ટીમાં આવનારા લોકોને પુરતી પ્રાઇવસી મળી રહે એ માટે આ રીતે પાર્ટી કરવામાં આવશે. આ બોટમાં ઓપનર એર બાર ડેક છે, રેસ્ટોરાં છે અને પ્રાઇવેટ ડાઇનિંગ એરિયા છે. બાંદરા વરલી સી. લિન્ક શરૂ થાય એ પહેલા આવેલી જેટી પરથી સ્પીડ બોટમાં ૧ર મિનિટની રાઇડ બાદ એ બોટમાં જઇ શકાશે પહેલા આ પાર્ટી ર૧ ફેબ્રુઆરીએ થવાની હતી, પણ શનિવારે સંજય લીલા ભણસાલીનો જન્મદિવસ હોવાથી એ દિવસ નકકી કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સંજય લીલા ભણસાલી દીપીકા પાદુકોણ અને રણવીર સિંહની ત્રિપુટીની આ સતત ત્રીજી સકસેસફુલ ફિલ્મ છે. મહારાજા રાવલ રતનસિંહનું પાત્ર ભજવનારો શાહિદ કપુર આ પાર્ટીમાં નહી હોય, કારણ કે તે ઉત્તરાખંડમાં શુટિંગમાં વ્યસ્ત છે.

આ પાર્ટીમાં ઇડિયન, યુરોપીયન, ઇટાલિયન અને પેન એશિયન ભોજન પીરસવામાં આવશે.

(4:34 pm IST)