Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

સેક્સી ઇલિયાના એક વખતે આપઘાત કરવા માંગતી હતી

ઇલિયાના ડીક્રુઝે પોતે કબુલાત કરતા ચકચાર : મેન્ટલ હેલ્થના લગતા કાર્યક્રમમાં ઇલિયાનાની જાહેરાત

મુંબઇ,તા. ૨૦ : બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ અજય દવગનની સાથે રેડ  ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મ હવે રજૂ થવાની તૈયારીમાં છે. થોડાક સમય પહેલા ઇલિયાનાએ  ખુલાસો કર્યો  હતો કે એક વખતે તે એટલી હદ સુધી ડિપ્રેશનમાં પહોંચી ગઇ હતી કે તે આત્મહત્યા અંગે વિચારતી રહેતી હતી. પોતાના સંઘર્ષના દિવસોમાં ડિપ્રેશનના સંબંધમાં વાત કરતા ઇલિયાનાએ કહ્યુ છે કે ડિપ્રેશન એકદમ સાચી બાબત છે. તેનુ કહેવુ છે કે ડિપ્રેશન દિમાગમાં એક પ્રકારની કેમિકલ અસમાનતા છે. તેની સારવાર કરવામાં આવે તે જરૂરી છે. મેન્ટલ હેલ્થની ૨૧મી બેઠકમાં ઇલિયાનાએ આ મુજબની વાત કરી હતી. તેનુ કહેવુ છે કે તે ખુબ જ સંકુચિત પ્રકારની છે. તે હમેંશા ઉદાસ રહેતી હતી. જો કે એ વખતે તેને આ બાબતની ખબર ન હતી કે તે ડિપ્રેશન અને બોડી ડિસ્મોર્ફિક ડિસઓર્ડરથી ગ્રસ્ત છે. તે માત્ર એમ ઇચ્છતી હતી કે લોકો તેને સ્વીકાર કરે. એક વખતે તો  તો તે આત્મહત્યા કરીને તમામને ખતમ કરવા માટે તૈયાર થઇ ગઇ હતી. ઇલિયાનાએ વધુમાં કહ્યુ છે કે તે પોતાનાને સ્વીકારી ચુકી છે ત્યારે તમામ બાબતો સૌથી સારી થઇ ગઇ છે. તે માને છે કે ડિપ્રેશન સામેની લડાઇમાં તે સૌથી પહેલા પગલા તરીકે રહે છે. તેનુ કહેવુ છે કે શાંતિથી બેસી જવાની બાબત ખતરનાક છે. આગળ આવીને સારવાર કરાવવાની જરૂર છે. ઇલિયાના ડી ક્રુઝે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત રણબીર કપુર સાથે બર્ફી ફિલ્મ મારફતે કરી હતી. આ ફિલ્મમાં તેની ભૂમિકાની પ્રશંસા થઇ હતી. તે કોઇ ચમત્કારથી ઠીક થઇ નથી. હાલમાં જ રજૂ થયેલી બાદશાહો ફિલ્મમાં તે અજય દેવગનની સાથે નજરે પડી હતી. ફિલ્મમાં અજય સાથે તેની જોડીની પ્રશંસા થઇ હતી. આ ફિલ્મને સરેરાશ સફળતા પણ મળી હતી. ઇલિયાના તે પહેલા અક્ષય કુમારની સાથે રૂસ્તમમાં હતી.

(12:25 pm IST)