Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

'ઓકટોબર' મારા દિલમાં વસી ગઇ છેઃ વરૂણ ધવન

અભિનેતા વરૂણ ધવન અને બિનીતા સંધુની આગામી ફિલ્મ ઓકટોબરનું વધુ એક ટીઝર સામે આવ્યું હતું. જેમાં વરૂણ ધવન ઝાડની વચ્ચે ઉભેલો અને બિનીતા દરવાજા પર ઉભેલી દેખાય છે. બંને ખુબ ઉદાસ દેખાય છે. વરૂણે ટીઝર રિલીઝ કરતી વખતે કહ્યું હતું કે ઓકટોબર ફિલ્મ મારા દિલમાં વસી ગઇ છે. આ ફિલ્મની જ એક તસ્વીર વરૂણે ટ્વિટરના પોતાના એકાઉન્ટ પર પ્રોફાઇલ બનાવી છે. આ લવસ્ટોરીનું નિર્દેશન સુજીત સરકારે કર્યુ છે. કહાની જૂહી ચતુર્વેદીએ લખી છે. આ ફિલ્મમાં વરૂણ સાથે નવી અભિનેત્રી બિનીતાને તક મળી છે. શુટીંગ દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં થયું છે. ફિલ્મના અંતિમ દ્રશ્યોનું શુટીંગ ખુબસૂરત મનાલીમાં થયું છે. ૧૩ એપ્રિલના રોજ આ ફિલ્મ રિલીઝ થશે.

(9:30 am IST)