Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

સાયકોલોજિક થ્રિલરમાં રાજકુમાર - કંગના એક સાથે

ફિલ્મ 'કવીન'માં સાથે કામ કરી ચુકેલા રાજકુમાર રાવ અને કંગના રનોૈત ફરી એક સાથે જોવા મળશે. આ બંનેની જોડી શૈલેષ આર. સિંહ અને એકતા કપૂરની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ સાયકોલોજિક થ્રિલર હશે. જેની કહાની લંડન અને મુંબઇની પૃષ્ઠભૂમિ પર આધારીત હશે. ફિલ્મનું શુટીંગ આવતા મહિને જ શરૂ થઇ જશે. રાજકુમાર અને કંગના આ ફિલ્મ માટે ખુબ ઉત્સુક છે. રાજકુમાર વધુ ખુશ એ માટે છે કે તે ફરીથી કંગના સાથે કામ કરી રહ્યો છે. તેણે વખાણ કરતાં કહ્યું હતું કે હું અને કંગના સારા મિત્રો છીએ. કવીનના સેટ પર જ અમારી વચ્ચે દોસ્તી થઇ ગઇ હતી. કંગનાને ખુશ રાખવી એ સરળ છે. રાજકુમાર પોતે પણ ટેલેન્ટેડ એકટર છે અને નેશનલ એવોર્ડ પણ જીતી ચુકયો છે.

(9:29 am IST)