Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

થ્રિલર ફિલ્‍મમાં જોવા મળશે રકુલ પ્રીતસિંહ

અભિનેત્રી રકુલ પ્રીત સિંહે હવે બોલીવૂડમાં પણ ઓળખ બનાવી લીધી છે. અહિ તેને સતત નવી ફિલ્‍મો મળી રહી છે. ૨૦૦૯માં તેણે કન્‍નડ ફિલ્‍મથી અભિનય શરૂ કર્યો હતો. બોલીવૂડમાં તેની પહેલી ફિલ્‍મ  યારીયાં ૨૦૧૩માં આવી હતી. ગયા વર્ષે તે એટેકે, રનવે-૩૪, કટપુતલી, ડોક્‍ટર-જી અને થેન્‍ક ગોડ જેવી હિન્‍દી ફિલ્‍મો આવી હતી. હવે તેની પાંચ ફિલ્‍મો કતારમાં છે. જેમાં છત્રીવાલી, મેરી પત્‍નિ કા રીમેક, ઇન્‍ડિયન-૨, થર્ટી ફર્સ્‍ટ ઓક્‍ટોબર લેડિઝ નાઇટ સહિતનો સમાવેશ થાય છે.  આ ઉપરાંત તે નિર્દેશક નિખિલ મહાજનની આગામી થ્રિલરમાં દેખાવાની છે.રકુલ હાલમાં અનેક ફિલ્‍મોમાં બિઝી છે. એવામાં તેની પાસે આ એક નવો મિસ્‍ટરી-થ્રિલર પ્રોજેક્‍ટ આવ્‍યો છે. આ ફિલ્‍મને સુનીર ખેત્રપાલ બનાવી રહ્યા છે. રકુલની છત્રીવાલી આજથી રિલીઝ થઇ ચુકી છે.

(10:35 am IST)