Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

સૌથી વધુ કમાણી કરે છે રશ્મિકા મંદાના

અભિનેત્રી રશ્મિકા મંદાના સાઉથમાં સોૈથી વધુ કમાણી કરતી અભિનેત્રીના લિસ્ટમાં ટોચ પર છે. તે બોલીવૂડમાં પણ બે ફિલ્મો કરી રહી છે. તાજેતરમાં અલ્લુ અર્જુન સાથે આવેલી પુષ્પામાં તેના રોલના સોૈએ વખાણ કર્યા છે. રશ્મિકાએ પુષ્પાના બીજા ભાગ માટે પોતાની ફી વધારી દીધી છે. આ ફિલ્મનું શુટીંગ આવતા મહિને શરૂ થશે અને એ મહિનામાં જ પુરૂ થઇ જશે. રશ્મિકાએ બે કરોડથી વધુની ફી આ ફિલ્મ માટે માંગી છે. નિર્માતા રશ્મિકાને ત્રણ કરોડ આપવા માટે તૈયાર થઇ ગયા છે. રશ્મિકા મંદાના પોતાની એકિંટગ સ્કિલના કારણે દક્ષિણ ભારતની ફિલ્મોમાં સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. રશ્મિકા મંદાના દરેક ફિલ્મ માટે ૩થી ૪ કરોડ રૂપિયા ફી વસુલે છે. કેટલીક ફિલ્મો ઓછી ફી લઇને પણ કરી છે. રશ્મિકાની સૌથી વધુ કમાણી તેલુગુ અને કન્નડ ફિલ્મોમાંથી થાય છે.  રશ્મિકાને લકઝરી કારોનો ખુબ જ શોખ છે. તેની પાસે આવી અઢળક કાર છે. બોલીવૂડમાં તેની ફિલ્મો મિશન મજનૂ અને ગૂડબાય ચર્ચામાં છે.

(10:01 am IST)