Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

સારાના વેકેશનની તસવીરો મચાવી રહી છે તહેલકો, આ સેકસી ડ્રેસની કિંમત છે રૂ. ૧૫૯૫૦

 બોલીવુડ એકટ્રેસ સારા અલી ખાન આજકાલ માલદીવમાં હોલીડે મનાવી રહી છે. સારાએ પોતાના વેકેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. આ તસવીરોમાં સારાનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે લોકો એવુ જ વિચારે છે કે બોલીવુડ સ્ટાર્સ મોંઘાદાટ ડ્રેસ પહેરે છે પરંતુ હંમેશા એવુ નથી હોતુ. તમે સારાની આ ડ્રેસની કિંમત જાણશો તો તમને પણ આ ડ્રેસ ખરીદવાનું મન થઇ જશે. સારાએ આ વેકેશનની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ડ્રેસની કિંમત આશરે ૧૫,૯૫૦ રૂપિયા છે. આ કિંમત એટલી છે કે જો તમે પણ કયાંક ફરવા જવાનો પ્લાન કરી રહ્યાં હોય તો તમે પણ ખરીદી શકો છો. સારા અલી ખાને પોતાના આ વેકેશન માટે ડિઝાઇનર શિવાન અને નરેશનુ કુર્ત કલેકશન પસંદ કર્યુ છે. તેણે આ દરમિયાન Kurt Silk Icono Scarf પહેર્યુ છે. સારાને આ વેકેશન પર તાન્યા ઘાર્વીએ તૈયાર કરી છે. કામની વાત કરીએ તો સારા અલી ખાન તાજેતરમાં જ વરુણ ધવન સાથે ફિલ્મ કુલી નંબર વનમાં નજરે આવી હતી. આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ દર્શકોને કંઇક ખાસ પસંદ નથી આવી. જણાવી દઇએ કે સારા અલી ખાને ૨૦૧૮માં કેદારનાથ ફિલ્મથી બોલીવુડ ડેબ્યૂ કર્યુ. તે બાદ તે રણવીર સિંહ સાથે સિમ્બામાં નજરે આવી. આ ફિલ્મ દ્યણી ચાલી. આ ઉપરાંત સારા અલી ખાન પોતાની આવનારી ફિલ્મ શ્નઅતરંગી રેલૃના શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સારા અલી ખાન સાથે અક્ષય કુમાર લીડ રોલમાં નજરે આવશે.

(3:44 pm IST)