Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

એકશન-થ્રિલર સિરીઝમાં રૂચા અને રોનિત

ડિજીટલ પ્લેટફોર્મ વર્ષ ૨૦૨૦માં ખુબ સફળ રહ્યું હતું. તમામ આવા પ્લેટફોર્મ  વચ્ચે તંદુરસ્ત હરિફાઇ જામી હતી, હજુ પણ એ યથાવત છે. વૂટ સિલેકટ પણ સારી કહાનીઓ આપવાની બાબતમાં દર્શકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યું હતું. અસૂર, ક્રેકડાઉન અને ધ ગોન ગેમ જેવી શાનદાર સિરીઝ વૂટ પર આવી હતી. હવે ફરીથી વૂટ પર 'કેન્ડી' નામની સિરીઝ આવી રહી છે. એકશન થ્રિલર એવી આ વેબ સિરીઝમાં રૂચા ચઢ્ઢા અને રોનિત રોયની મુખ્ય ભુમિકા છે. સિરીઝની કહાની ડ્રગ્સ, હત્યા, રાજકારણ જેવા ગંભીર મુદ્દાઓ આસપાસ ઘુમરાય છે. આ કારણે દર્શકોને આ સિરીઝથી ભરપુર એકશન, થ્રિલર અને મનોરંજન મળશે. રોનીતે કહ્યું હતું કે કેન્ડીમાં રોલ મળ્યો એ માટે હું ભાગ્યશાળી છું. શાનદાર નિર્દેશકો સાથે કામ કરવાની તક મળી છે. મને ખુશી છે કે હું ડિજીટલ પ્લેટફોર્મના સારા શોનો ભાગ રહી ચુકયો છું. રૂચાએ કહ્યું હતું કે હું થ્રિલર સાયકોલોજી સ્ક્રિપ્ટ તરફ આકર્ષિત થઇ હતી. મને આવા પાત્રો ભજવવા ખુબ પસંદ છે. નિર્દેશન આશિષ શુકલાનું છે.

(10:18 am IST)
  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,183 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,10,632 થઇ :એક્ટિવ કેસ 1,90,498 થયા: વધુ 17,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,62,843 થયા :વધુ 132 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,886 થયા access_time 1:13 am IST

  • જીવતા નહીં તો મરીને પણ સરકાર વાત સાંભળશે, આંદોલનમાં સામેલ વધુ એક ખેડૂતનો ઝેર પીને આપઘાત access_time 4:14 pm IST

  • સમાજની સારી સુખાકારી માટે કોઈપણ આંદોલન લાંબો સમય ચાલે તે હિતકારી નથી: આરએસએસના જનરલ સેક્રેટરી સુરેશ ભૈયાજીએ ભારપૂર્વક કહ્યું છે access_time 11:47 am IST